ધોધંબા, ધોધંબા તાલુકાના દેવલીકુવા ગામે રોડ ઉપર બાઈક ચાલકે પોતાનું વાહન રોંગ સાઈડ હંકારી લાવી સામેથી આવતી સી.એન.જી. રીક્ષાને સામેથી ટકકર મારી રીક્ષા ચાલક તેમજ રીક્ષામાં બેઠેલ વ્યકિતને ઈજાઓ પહોંચાડી તેમજ બાઈક ચાલકે પોતાને તેમજ પાછળ બેઠેલ વ્યકિતઓ પૈકી એકને ગંભીર ઈજાઓ પહોંંચાડી મોત નિપજાવી ગુન્હો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના દેવલીકુવા ગામે રોડ ઉપર બાઈક નંબર જીજે.20.એએસ.1388 ના ચાલકે પોતાનું બાઈક પુરઝડપે રોંગ સાઈડે હંકારી લાવી સી.એન.જી. રીક્ષા નંબર જીજે.06.વાયવાય.3833ના ચાલક કલ્પેશભાઈ બારીયા (રહે. પાદરડી, ઝાબકુવા)ની રીક્ષાને સામેથી ટકકર મારી કલ્પેશભાઈ અને રીક્ષામાં બેઠેલ કમલેશભાઈ બારીયાને ઈજાઓ પહોંચાડી હતી. તેમજ અકસ્માત સર્જનાર બાઈક ચાલક અને બાઈક પાછળ બેઠેલ વ્યકિતઓ પૈકી એકને ગંભીર ઇજાઓ પહોંચાડી ગુન્હો કર્યાની ફરિયાદ દામાવાવ પોલીસ મથકે નોંધાવા પામી છે.