ધોધંબા, ધોધંબા તાલુકાના દેવલી કુવા ચોકડી પાસે આરોપીઓ અને ફરિયાદી વચ્ચે પાંચ મહિના પહેલા પેસેન્જર બાબતે સુરત ખાતે ઝગડો થયેલ હતો. તેની અદાવત રાખી ચાર જેટલા ઈસમો દ્વારા મારામારી કરી ટ્રાવેલ્સના મેઈન કાચ તેમજ દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના દેવલી કુવા ચોકડી પાસે આરોપી ઈસમો ધર્મેન્દ્રકુમાર ઉર્ફે પિન્ટુ અજીતસિંહ ચૌહાણ, વિજેન્દ્રસિંહ ઉર્ફે લલ્લુસિંહ ઉદેસિંહ ચૌહાણ, રામસિંહ ઉર્ફે ગોટુ માધવભાઈ સોલંકી, રાજેન્દ્રસિંહ જશવંતસિંહ પરમારએ ગેરકાયદેસર મંંડળી રચીને કાવતરું રચ્યું હતું અને પાંચ મહિના પહેલા આરોપી રામસિંહ ઉર્ફે ગોટું સાથે દિલીપભાઈ ગણપતભાઈ વણઝારાને સુરત ખાતે પેસેન્જર બાબતે ઝગડો થયેલ હતો. તેની અદાવત રાખીને દેવલી કુવા ચોકડી પાસે દિલીપભાઈની લકઝરી નં. જીજે.06.એપી.9941ને રોકી હતી. આરોપીએ ઝપાઝપી કરી લાકડી વડે મારમારી ઈજાઓ પહોંચાડી હતી. તેમજ લકઝરી બસના મેઈન કાચ, હેડ લાઈટ, બારીઓના કાચ તોડી નાખી નુકશાન કરી આજે બચી ગયો પણ હવે મળ્યો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપતાં આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.