ધોધંબા, ઘોઘંબામાં દશેરાના તહેવારની ઉજવણીને લઈ ક્ષત્રીય રાજપૂત સમાજની બેઠક યોજાઈ. જેમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તથા કદવાલ સ્ટેટ ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા.
ઘોઘંબા તાલુકા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આજરોજ ઘોઘંબા અઙખઈ હોલ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ક્ષત્રિય સમાજ દ્વારા આગામી દશેરાના તહેવારની ઉજવણીને લઈ ભવ્ય શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવનાર હોય તેના આયોજન વિશે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આજની આયોજન બેઠકમાં કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ હાજર રહ્યા હતા અને શસ્ત્ર પૂજનના આયોજનમાં એક લાખ અગિયાર હજારનો ફાળો તથા સમાજના આગેવાનો દ્વારા ખૂબ મોટા પાયા પર આયોજન થાય તે માટે સૌએ ભેગા મળી ફાળો આપ્યો હતો તથા આખા ક્ષત્રિય સમાજની બેઠકમાં ઘોઘંબા તાલુકાના ક્ષત્રીય સમાજના આગેવાનો યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.