ધોધંબા, ધોધંબા તાલુકાના દામાવાવ ત્રણ રસ્તા પાસે એસ.ઓ.જી. પોલીસના ચેકીંગ દરમિયાન લાયસન્સ વિનાની દેશી બનાવટની પિસ્તોલ, મોબાઈલ ફોન સાથે ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના દામાવાવ ત્રણ રસ્તા ઉ5ર એસ.ઓ.જી. પોલીસના ચેકીંગ દરમિયાન સિદ્દીક હુસેન ઈસ્માઈલખાન પઠાણ (રહે. નટવરપુરા સબજેલ પાસે, છોટાઉદેપુર)ને ઝડપી તેની પાસેથી કોઈપણ આધાર કે લાયસન્સ વગર હાથ બનાવટની દેશી પિસ્તોલ કિંમત 20,000/-રૂપીયા, મોબાઈલ ફોન અને રોકડ મળી કુલ 20,800/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી દામાવાવ પોલીસ મથકે આર્મ એકટ હેઠળ ફરિયાદ નોંધાઈ.