પંચમહાલ એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, સ્વીફટ કારમાં ઈંગ્લીશ દારૂ ભરીને બારીયાના દામાવાવ તરફ આવવાનો છે. તેવી બાતમીના આધારે દામાવાવ-લીમડી ચેકપોસ્ટ પાસે નાકાબંધી કરી સ્વીફટ કાર માંથી 1,26,960/-રૂપીયાનો દારૂ તેમજ જથ્થો તેમજ કુલ 3,31,960/-ના મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ પંચમહાલ ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, સ્વીફટ કાર નં.જીજે.06.ઈકયુ.7795માંં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને દે.બારીયાથી દામાવાવ તરફ આવવાનો છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે દામાવાવ-લીમડી ચેકપોસ્ટ ઉપર નાકાબંધી કરી હતી અને બાતમીવાળી સ્વીફટ કારને ઝડપી પાડી હતી. કાર માંંથી ઈંગ્લીશ દારૂ વ્હીસ્કીના કવાટરીયા નંંગ-1104 કિંમત 1,26,960/-રૂપીયા કાર, મોબાઈલ ફોન મળી કુલ 3,31,960/-રૂપીયાના મુદ્દામાલ સાથે જગદીશ છત્રસિંહ સોલંકી (રહે. સીમળાની મુવાડી, ગોધરા)ને ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે દામાવાવ પોલીસ મથકે પ્રોહિબીશન એકટ હેઠળ ગુનો નોંધાવા પામ્યો છે.