ધોધંબાના દામાવાવ ખાતે બંધ દુકાન માંથી રોકડ, મોબાઈલ અને લેપટોપ ચોરીમાં સંડોવાયેલ એક આરોપીને એસ.ઓ.જી.એ ઝડપ્યો

  • અન્ય ત્રણ આરોપીઓના નામ ખુલતા ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી.

ધોધંબા, ધોધંબા તાલુકાના દામાવાવ હાઈવે રોડની બાજુમાં બંધ દુકાનનું તાળુંં તોડી મોબાઈલ ફોન, લેપટોપ અને રોકડની ચોરી થયેલ હતી. આ ચોરીમાં સંડોવેલ આરોપીને ઈદગાહ મહોલ્લા ઉજેટ મસ્જીદ પાસેથી ઝડપી મોબાઈલ ફોન અને રોકડા 500/-રૂપીયા સાથે ઝડપી પકડી પુછપરછ દરમિયાન દામાવાવ ખાતે ધરફોડ ચોરીની કબુલાત કરી ત્રણ ઈસમોના નામ ખુલવા પામ્યા.

વિસ્તૃત વિગતો મુજબ ગોધરા એસ.ઓ.જી.પોલીસ પેટ્રોલીંંગમાં હતા. દરમિયાન બાતમીના આધારે ઈદગાહ મહોલ્લા ઉજેટ મસ્જીદ પાસેથી આરોપી વકાસ ઉર્ફે સમીર જાબીર શેખને ધરફોડ ચોરીમાં ગયેલ એક મોબાઇલ તથા 500/-રૂપીયા રોકડા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલ આરોપી વકાસ ઉર્ફે સમીર જાબીર શેખની પુછપરછ દરમિયાન પાંચ દિવસ પહેલા અન્ય ઈસમો શબ્બીર ઉર્ફે ઝભા ઉર્ફે શબીર તોતીયો (રહે. ઢેસલી ફળીયા, વ્હોરવાડ), મોહસીન પઠાણ (રહે. ઢેસલી ફળીયા), એઝાઝ દેડકી ઉર્ફે એઝાઝ ડબલ (રહે. સિગ્નલ ફળીયા) ભેગા મળી ફોર વ્હીલમાં ચોરી કરવા ધોધંબા દામાવાવ હાઈવે રોડ ઉપર હતા. દામાવાવ હાઇવે બાજુમાં બંધ દુકાનનુંં તાળુંં તોડી દુકાન માંથી રોકડ રૂપીયા, બે લેપટોપ, ત્રણ મોબાઇલ ચોરી કરી હોવાની કબુલાત કરતા દામાવાવ પોલીસ મથકનો ધરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો. પોલીસે અન્ય ત્રણ આરોપીઓને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે.