ઘોઘંબાના દામણપુરા ગામે જુગાર રમતા પાંચ જુગારીયાઓને પોલીસે ઝડપ્યા

ઘોઘંબા તાલુકાના દામણપુરા ગામે તળાવની પાળ ઉપર ખુલ્લામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોય તે સ્થળે રેઈડ કરી પાંચ જુગારીયાઓને 2,420/-રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર ઘોઘંબા તાલુકાના દામણપુરા ગામે તળાવની પાળ ઉપર ખુલ્લામાં કેટલાક ઈસમો જાહેરમાં જુગાર રમતા હોય તેવી બાતમીના આધારે રાજગઢ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન સિદ્ધરાજસિંહ વિક્રમસિંહ પરમાર, પ્રવિણસિંહ અર્જુનસિંહ પરમાર, રણમલસિંહ વનરાજસિંહ પરમાર, પ્રવિણ હિજોતસિંહ સોલંકી, મુકેશ લક્ષ્મણસિંહ રાઠોડ ને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી અને દાવ ઉપર મુકેલ રૂ.2,420/-નો મુદ્દામાલ જપ્ત કરી રાજગઢ પોલીસ મથકે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધાવવા પામી છે.