![](https://www.panchmahalsamachar.com/wp-content/uploads/2023/11/IMG-20231105-WA0665-768x1024.jpg)
ધોધંબા,ધોધંબા તાલુકાના ચેલાવાડા ગામે હાલોલ રૂરલ પોલીસ મથકના કોન્સ્ટેબલ એ બેફામ કાર હંકારી લાવી એક મહિલાને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી કાર ચાલક કોન્સ્ટેબલ કાર સ્થળ ઉપર મુકી નાશી છુટીયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંંબા તાલુકાના ચેલાવાડા ગામ આવેલ બાબાદેવના મંદિર રવિવારનાર દિવસે મોટી સંંખ્યામાં દર્શન માટે આવતા હોય છે. ત્યારે આજરોજ મંદિર પાસે રસ્તા ઉપર મહિલા પસાર થઈ રહી હતી. ત્યારે હાલોલ રૂરલ પોલીસ મથકમાંં ફરજ બજાવતા કોન્સ્ટેબલ કુણાલ ઉર્ફે કેડી પોતાની કાર નં.જીજે.06.એલવી.6051ને પુરઝડપે હંંકારી લાવી રાહદારી મહિલાને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી ધટના સ્થળે મોત નિપજાવ્યું હતું. અકસ્માત સર્જનાર કોન્સ્ટેબલ પાવાગઢ ખાતે બંદોબસ્તમાં હતો. અકસ્માતમાં મહિલાનું મોત નિપજાવી કોન્સ્ટેબલ ધટના સ્થળે કાર મૂકીને નાશી છુટીયો હતો. અકસ્માતમાં મરણજનાર મહિલા ટીમ્બા ગામ તરફની હોવાનું પ્રાથમિક રીતે જાણકારી મળી છે. ચેલાવાડા ગામ પાસે અકસ્માતમાં મહિલાના મોત થયાની જાણ થતાં રાજગઢ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી. ધટના સ્થળે એકઠા થયેલ લોકટોળાએ અકસ્માત સર્જનાર કોન્સ્ટબેલ નાશી છુટીયો હોવાનું જણાવ્યું હતું. હાલોલ રેફરલમાં સારવાર કરાવી વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો. આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી.