ધોધંબાના ચેલાવાડા ગામે બાબાદેવના મંદિરે બકરાંની ચડાવતા ઈસમને ઝડપી પાડયો

ધોધંબા, ધોધંબા તાલુકાના ચેલાવાડા ગામે બાબાદેવના મંદિરે કેટલાક અંંધશ્રધ્ધાળુઓ બકરાં અને મરધાંની બલી ચડાવે છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરી બલી ચડાવતા બકરાં સાથે વ્યકિતને ઝડપ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ચેલાવાડા ગામે આવેલ બાબાદેવના મંદિરે કેટલાક અંધશ્રધ્ધાળુઓ બકરાં અને મરધાંની બલી ચડાવે છે. તેવી બાતમીના આધારે રાજગઢ પોલીસે રેઈડ કરી નગરસીંગ રતુભાઈ બારીયા (રહે. કોલ સિંધી ફળીયા, છોટાઉદેપુર)ને બકરાંની બલી ચડાવતા રોકી બકરાં કિંમત 3500/-સાથે ઝડપી પાડી આ બાબતે પ્રાણી ક્રુરતા નિવારણ કલમ અંતર્ગત ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.