ધોધંબાના ચાંદાપુરી ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતાં ધાસના પૂળા બળીને ખાખ

ધોધંબા,ધોધંબા તાલુકાના ચાંદાપુરી ગામે મકાનમાં મીટરમાં જતાં વાયરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં ધાસના પૂળા સળગી જતાં 15,000/-રૂપીયાનું નુકશાન થયું.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ચાંદાપુરી ગામે નિશાળ ફળીયામાં રમણસિંહ જાદવાના ધરની આગળ આવેલ ઈલેકટ્રીક થાંભલાથી મીટરમાં આવતાં વાયરમાં શોર્ટ સર્કિટથી આગ લાગતાં મકાઈ અને ડાંગરના પૂળા બળી જવાથી 15,000/-રૂપીયાનું નુકશાન થતાં આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.