ઘોઘંબાના ભોજપુરા ગામે મુવાડા ફળિયા પાસે બે બાઇકો વચ્ચે અકસ્માતમાં ચારને ઇજાઓ

ઘોઘંબા, ઘોઘંબા તાલુકાના ભોજપુરા ગામે મુવાડા ફળીયા રોડ ઉપર બાઇક ચાલકે પોતાનું વાહન હંકારી લાવી અન્ય બાઇક ચાલકની બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલક અને અન્ય પાછળ બેઠેલને ઇજાઓ પહોંચાડી તેમજ પોતે અને પાછળ બેઠેલ વ્યક્તિને ઇજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ઘોઘંબા તાલુકાના ભોજપુરા ગામે મુવાડા ફળીયા રોડ ઉપર થી પસાર થતી બાઇક નં.જી.જે. 17 સી.એચ. 0954 ના ચાલક પોતાનું વાહન પુરઝડપે હંકાર લાવી બાઇક નંબર જી.જે.17 સી.એફ.7740 ને ટકકર મારી અકસ્માત સર્જાતા બાઇક ચાલક ગજેન્દ્રભાઇ પ્રવિણસિંહ પરમારને શરીરે ઇજાઓ પહોંચાડી હતી અને બાઇક પાછળ બેઠેલ જયેશભાઇ રાઠોડને નાનીમોટી ઇજાઓ પહોંચાડી હતી અકસ્માત સર્જનાર બાઇક ચાલકે પોતાને તેમજ પાછળ બેઠેલ વ્યક્તિને ઇજાઓ પહોંચાડી ગુનો કર્યાની ફરિયાદ દામાવાવ પોલીસ મથકે નોંધાવા પામી છે.