ગોધરા,ઘોઘંબા તાલુકાના ભોજપુરા ગામે ધોળે દિવસે બાજરીના ખેતરમાં ધુસી ગયેલા દિપડા એક રાહદારીને ઈજાઓ પહોંચાડતા દોડધામ મચી જવા પામી હતી. જોકે દિપડાને પાછળના બંને પગે તકલીફ હોવાથી ઘોઘંબા આરએફઓની ટીમે દોડી જઈ રેસ્કયુ કરી વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ઘોઘંબા તાલુકાના ભોજપુરા ગામે બાજરીના ખેતરમાં વહેલી સવારે દિપડો આવી પહોંચ્યો હતો. બીજી તરફ અહિંથી પસાર થતાં ગામના પ્રવિણભાઈ પરમારને દિપડાએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. ઘોઘંબા આરએફઓ સરલાબેન કટારા ભોજપુરા ગામે દોડી ગયા હતા. અને દિપડાનુ રેસ્કયુ કરવાની કામગીરી શરૂ કરી હતી. દિપડાને પ્રથમ પાંજરામાં પુરવા માટે પાંજરૂ મુકયુ હતુ. પરંતુ જેમાં સફળતા મળી નહોતી. બીજી તરફ એકસપર્ટ ટીમ દ્વારા દિપડાની ચકાસણી કરવામાં આવતા દિપડો પાછળના બંને પગે ચાલી નહિ શકતો હોવાનુ પ્રાથમિક દ્રષ્ટિએ તારણ જાણવા મળ્યુ હતુ.