ઘોઘંબા,ઘોઘંબા તાલુકાના ભાણપુર ગામે સરપંચ પરમાર મીનાબેન વિજયસિંહ ગ્રામ પંચાયત વહીવટ કરે છે. ગ્રામ પંચાયતના 5 સભ્યોએ સરપંચ વિરુદ્ધ અવિશ્ર્વાસની દરખાસ્તી રજુઆત કરીને આક્ષેપ કર્યા કે સરપંચ દ્વારા અમારી સતત અવગણના કરી ગ્રામ પંચાયતનો વહીવટી સરપંચ પતિ વિજયસિંહ કરી રહ્યાનો આક્ષેપ કરીને ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં સરપંચ પતિ માજી પંચાયતના માર્ગ મકાન મંત્રી અને હાલના ધારાસભ્ય જેમનો હુ જમણો હાથ છુ મારો કોઈ વાર વાંકો નહિ કરી શકે તેવી ધમકી આપતો હોવાનો આક્ષેપ કર્યો હતો. જેથી ગ્રામ પંચાયતના સાતસ સભ્યો પૈકી 5 સભ્યો તથા ગ્રામજનો દ્વારા સરપંચ મીનાબેન પરમાર સામે અવિશ્ર્વાસની દરખાસ્તની રજુઆત કરી હતી.