ધોધંબાના બાકરોલ-કદવાલ જતા રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે રાહદારીને અડફેટમાં લઈ મોત નિપજાવ્યું

ધોધંબા તાલુકાના બાકરોલ થી કદવાલ જતા રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી ચાલતા જતા 30 વર્ષીય રાહદારીને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના બાકરોલ થી કદવાલ જવાના રોડ ઉપરથી પસાર થતાં અજાણ્યા વાહન ચાલકે પોતાનુંં વાહન પુરઝડપે હંંકારી લાવી ચાલતા જતા રાહદારી અજયભાઇ લક્ષ્મણભાઇ બારીયા ઉ.વ.30 (વડાતળાવ-હાલોલ)ને અડફેટમાં લઈ ગંભીર ઈજાઓ પહોેંચાડી ધટના સ્થળે મોત નિપજાવી ગુનો કર્યાની ફરિયાદ રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.