ધોધંબાના અંતરીયાળ ગામ ગમાણી અને રસ્તાઓ તેમજ સ્મશાન સુધી જવાના રસ્તાની સમસ્યા

પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા તાલુકાના અંતરિયાળ વિસ્તારનું ગમાણી ગામ બહોળી સંખ્યામાં વસ્તી ધરાવે છે. આ ગામમાં અનેક રસ્તા અને સ્મશાન સુધી જવા રસ્તાની સમસ્યા છે.

ગામના વિકાસ માટે સરકાર કરોડો રૂપિયા ખર્ચે છે, છતાંપણ ગ્રામજનોની સમસ્યાઓનું નિરાકરણ આવતુ નથી. જન્મ થી લઈ મરણ સુધીની વિવિધ યોજનાઓ સરકાર દ્વારા બનાવવામાં આવિછે ધાર્મિક સ્થળ હોય કે અંતિમક્રિયા સરકારે તમામ સુવિધા ઉપલબ્ધ કરાવે છે. ત્યારે આઝાદીના 75 વર્ષ વિત્યા છતાં ગમાણી ગામમાં સ્મશાનને જવાના રસ્તાના અભાવને કારણે ગ્રામજનો ચોમાસામાં ટ્રેકટરના સહારે અગ્નિ સંસ્કાર કરવા મજબુર બને છે. આ વાત ગંભીરતાથી લેવી જોઇયે પંચાયત રાજ આવ્યા બાદ અત્યાર સુધી આવેલા સરપંચોએ સ્મશાને જવાનો રસ્તો બનાવવામાં રસ લીધો કેમ નથી? શું તેમણે ખબર નથી કે આપણે પણ એક દિવસ મરવાનું છે અને આજ રસ્તે સ્મશાન યાત્રા લઈને જવું પડશે, એવુ તો નથી ને કે સ્મશાનના રસ્તાના રૂપિયા ચવાઇ ગયા હોય? સરપંચનું ઘર દુર કોતરની પાર એકલુ હોય ત્યાં જવા છઈઈ રોડ બનાવાતો હોય તો સ્મશાને જવાનો રોડ કેમ બનતો નથી.

ગમાણી ગામમાં સામાજીક આગેવાન અમિત ભલાનિયાના જણાવ્યાનુસાર ગમાણી ગામે આદિવાસી સમાજમાં અવસાન થતાં સમાજના અગ્રણીઓ સગા સબંધીઓએ મૃતકની અંતિમક્રિયા કરવા અંતિમ યાત્રા લઈ સ્મશાને નીકળ્યા. તો ગામથી સ્મશાન સુધી પાકો રસ્તો જ નથી. કાંટાળા અને કાદાવ-કીચડ, જાડી-જાખરા વાડા રસ્તે થઈ મૃતદેહ લઈ જતા ભારે મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે. રસ્તો ન હોય જેના કારણે પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. જેથી આદિવાસી સમાજના અગ્રણીઓની રસ્તો બનાવવા માંગ છે.

સ્મશાન જવા રસ્તો ન હોવાની અનેક વખત આ વિસ્તારના શાસક પક્ષના નેતાઓ અને વહીવટી તંત્રને રજૂઆત કરવા છતાં સ્મશાન સુધી જવા માટે ના રસ્તાની કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોએ નારાજગી વ્યક્ત કરી છે. આજે ગામના ચીમનભાઈ નાનજીભાઈનું મરણ થતાં સ્મશાને જવા હાલાકી ભોગવવી પડી હતી. રસ્તાની વાત કરીએ તો તેઓના ઘરથી અંદાજીત ચાર 4.કિ.મી જેટલો લાંબો રસ્તો કેટલાક વર્ષોથી ન બનતા અહીંના આદિવાસી ભાઈઓ-બહેનોને ચોમાસા દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મુખ્ય રસ્તાથી સ્મશાન ભૂમિ તરફ જતો રસ્તો, આજદિન સુધી ન બનાવતા ગ્રામજનો રોષે ભરાયા છે.