વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થતા તેના ભાગરૂપે ષષ્ઠી પૂર્તિ મહોત્સવનુ આજે ઘોઘંબા નાલંદા વિદ્યાલય ખાતે ઉજવણીનુ આયોજન કરવામાં આવ્યું.
વિશ્વ હિન્દુ પરિષદ દુનિયાના 70 દેશોમાં કાર્યરત છે અને 26 દેશોમાં સંપૂર્ણ સમિતિ છે. જે ઘોઘંબા પ્રખંડ વિશ્ર્વ હિન્દુ પરિષદ 60માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે મુખ્ય વક્તા તરીકે ઈમેેશભાઈ પરીખ દક્ષિણ ગુજરાત પ્રાપ્તના વિશ્વ હિન્દુ પરિષદના સહમંત્રી દ્વારા પ્રવચન કરવામાં આવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મને સંસ્કૃતિનું રક્ષણ આપણે સૌએ સાથે મળીને કરવુ જોઈએ. આ ઉત્સવમાં કંજરી રામજી મંદિરના મહંત રામચરણદાસજી દ્વારા સમગ્ર પરિવારને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. તેઓ જણાવ્યું હતું કે, ધર્મ અને સંસ્કૃતિની રક્ષા થશે તો હિન્દુ સંસ્કૃતિનુ અસ્તિત્વ મજબૂતાઈથી ટકી રહેશે.
આ કાર્યક્રમ દરમિયાન મહિલા પ્રકલ્પના પ્રાંત સહમંત્રી ભગવતીબેન જોશી, દક્ષિણ ગુજરાતના બજરંગ દળના પ્રાંત સહ-સંયોજક જલ્પેશભાઈ સુથાર, વિભાગ બજરંગ દળના સંયોજક ધવલભાઇ પંડિત, ઘોઘંબા પ્રખંડ અધ્યક્ષ વિજયભાઈ પટેલ, પ્રખંડ બજરંગ દળ સંયોજક પ્રકાશભાઈ પરમાર, સહ-સંયોજક અશ્વિનભાઈ મકવાણા,નાલંદા સ્કૂલના ટ્રસ્ટી નેહલબેન જોશી, ઘોઘંબા સરપંચ નિલેશભાઈ વરિયા, ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, આ પ્રસંગમાં હાજર રહ્યા હતા.