ઘોઘંબા ખાતે “વિકસિત ભારત સંકલ્પ” યાત્રાની ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઉજવણી

ધોધંબા,ઘોઘંબા તાલુકા મથકે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ની ઉજવણી કરવામાં આવી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માર્ગદર્શન અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓને સેવાડાના માનવ સુધી પહોંચાડવાના અભિગમથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી. આ પ્રસંગે હાલોલ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ સોલંકી, ઘોઘંબા તાલુકાના પ્રમુખ હેમંતભાઈ રાઠવા, ઘોઘંબા તાલુકાના પૂર્વ પ્રમુખ છેલુભાઇ રાઠવા, તાલુકા ભાજપ પ્રમુખ ગુણવંતસિંહ ગોહિલ, ગ્રામ પંચાયતના સરપંચ નિલેશભાઈ વરિયા, જયપાલસિંહ રાઠોડ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગાયત્રીબેન પટેલ, મામલતદાર પી.બી. ગોહિલ, તાલુકા વિકાસ અધિકારી એસ.એન. કોલચા તેમજ ઘોઘંબા તાલુકાના રાજકીય આગેવાનો, ગ્રામજનો, નાગરિકો, અને તાલુકા વહીવટી તંત્ર ઉપસ્થિત રહ્યા હતા. ઘોઘંબા તાલુકા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના વિવિધ વિભાગોના કર્મચારીઓ દ્વારા જુદી જુદી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. સ્વચ્છ ભારત અંતર્ગત રંગલો રંગલીનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અને અસરકારક અમલીકરણની વિસ્તૃત સમજ આપી હતી. કાર્યક્રમના અંતે શપથવિધિ અને સંકલ્પ યાત્રાની મુવી કાર્યક્રમ યોજાયો હતો.