ઘોઘંબાના ખરોડના યુવક અને પાવીજેતપુરની યુવતિએ ઝળીયાકુવાના જંગલમાં ગળે ફાંસો ખાઇ આપધાત કરી જીવન ટુંકાવ્યું


ઘોઘંબા,
ઘોઘંબા તાલુકાના ખરોડ ગામના પરણિત યુવક અને પાવીજેતપુર ગામની યુવતિએ ઝળીયાકુવા ગીચ જંગલમાં ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલ હાલતમાં મૃતદેહો મળી આવ્યા. પાવાગઢ પોલીસે મૃતદેહ ઉતારી પી.એમ.માટે મોકલી આપવામાં આવ્યા.
વિસ્તૃત વિગતો મુજબ ઘોઘંબા તાલુકાના ખરોડા ગામે રહેતા ધમેન્દ્ર ઉર્ફે સુનિલ ભયલાભાઈ બારીયા અને પાવીજેપુર ગામની પરણિત યુવતિ જે પિયરમાં રહેતી રસુલા ગોપાલભાઈ રાઠવા વચ્ચે પ્રેમ સંબંધો હોય અને યુવક ધમેન્દ્ર ઉર્ફે સુનિલ પરણિત હતો અને સંતાનમાં એક બાળકનો પિતા પણ હોય ત્યારે પે્રમ સંબંધો લગ્નમાં નહિ પરિણામે તે માટે અથવા અન્ય કારણોસર સાથે જીવવા અને મરવાની કસમ ખાઈ હોય તેમ ઝળીયાકુવાના ગીચ જંગલમાં બન્ને પે્રમી પંખીડાએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઈ આપધાત કરી જીવન ટુંકાવી નાખ્યું હતું. પાવાગઢ પોલીસને જાણ થતાં પાવાગઢ પોલીસને જંગલમાં બે કલાક સુધી પગે ચાલી ગીજ જંગલમાં ઝાડ ઉપર થી મૃતદેહ ઉતારીને હાલોલ સરકારી દવાખાનામાં પી.એમ.અર્થે મોકલી આપવામાં આવ્યા. આ બાબતે પાવાગઢ પોલીસ મથકે અ.મોતની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.