ધોધંબા, ધોધંંબા તાલુકાના ખરોડ ચોકડી પાસે રાજગઢ પોલીસના પેટ્રોલીંગ દરમિયાન પલ્સર બાઈક ઉપર જતાં બે ઈસમો પાસેથી ઈંગ્લીશ દારૂ બોટલ અને કવાટરીયા મળી કિંમત 34,460/-રૂપીયાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. આ બાબતે લાભ લઈ આરોપી ઈસમો નાશી છુટીયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના ખરોડ ચોકડી પાસેથી પલ્સર બાઈક ઉપર સુનિલ ભોદુભાઇ રાઠવા (રહે. ગોદલી, ધોધંબા) અને બીજા એક ઈસમ ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈ પસાર થવાના હોય તેવી બાતમીના આધારે રાજગઢ પોલીસે રેઈડ કરી બાઈક ઉપર લઈ જવાતો બીયર ટીન, પ્લાસ્ટીક હોલ, કવાટરીયા નંગ-197 કિંંમત 34,460/-તથા બાઈક મળી 89,490/-રૂપીયાનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો. આરોપી ઈસમો અંધારાનો લાભ લઈ બન્ને ઈસમો નાશી જઈ ગુન્હો કર્યાની ફરિયાદ નોેંધાવા પામી છે.