ઘોઘંંબા,
ઘોઘંબા તાલુકાના જાગના મુવાડા ગામે ગેરકાયદેસર મીટ શોપ, સ્લોટર હાઉસ સીલ કરવા પંચાયત તલાટીને કાર્યવાહી કરવા માટે જીલ્લા ખોરાક અને ઔષદ્ય નિયમન તંંત્ર દ્વારા લેખિતમાં સુચન કરવામાં આવ્યું.
ઘોઘંબા તાલુકાના જાગના મુવાડા ગ્રામ પંચાયત વિસ્તારમાં બે ઈસમો નવાજ મટન શોપ, કે.જી.એન. ચિકન એન્ડ મટન શોપ ગેરકાયદેસર રીતે ચલાવવામાંં આવી રહી છે. આ બન્ને ઈસમો સામે ફ્રુડ સેફટી એકટ ભંંગ બદલ એડજયુકેટીંગ કેસ દાખલ કરવામાં આવેલ ફ્રુડ સેફટી એકટ મુજબ આ તંત્રને જગ્યા સીલ કરવાની સત્તા નિયત થયેલ નથી. ગુજરાત મ્યુનિસીપાલીટી એકટ 1993 ગુજરાત પંચાયત એકટ-1993 અને ગુજરાત પ્રોવિઝનલ મ્યુનિસીપલ કોર્પોરેશન એકટ 1949 મુજબ ધંધાની જગ્યા સીલ કરવાની બંધ કરવાની સત્તા સંબધિત લોકલ એકટ હેઠળ સ્થાનિક સત્તાધિકારીને આપવામાં આવેલ હોય ત્યારે સ્થાનિક ગ્રામ પંચાયત સત્તાધિકારી દ્વારા બન્ને મટન શોપને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી જીલ્લા ખોરાક અને ઔષદ્ય નિયમન તંત્ર ગોધરા દ્વારા જાગના મુવાડા તલાટીને લેખિતમાં જાણ કરવામાં આવી.