ઘોઘંબા,
પંચમહાલ જીલ્લામાં આવેલ ઘોઘંબામાં વર્ષો થી પરંપરા મુજબ ઘોઘંબામાં દર રવિવારે રવિવારી હાટ ભરાય છે અને ઘોઘંબા હાટમાં આજુબાજુ ગામડાના લોકો મરઘાં અને બકરાં વેચાણ કરવા માટે વહેલી સવાર થી ઘોઘંબા હાટમાં ઉમટી પડે છે અને મરઘાં બકરા લઈ વેચાણ કરવા પહોંચી જાય છે. ત્યારે તે મરઘાં-બકરાની ખરીદી કરવા માટે કાલોલ, વેજલપુર, ગોધરા તેમજ આજુબાજુ ગામડા શહેરના પશુ પાલક અને વેપારી વર્ગ સહિતના લોકો ઘોઘંબા રવિવારી હાટમાં પહોંચી જાય છે અને મરઘાં-બકરાની ખરીદી કરે છે. જેથી ઘોઘંબા હાટમાં લાખો રૂપિયાનો વેપાર થાય છે. ત્યારે ઘોઘંબા ગ્રામ પંચાયત એ ગ્રામ પંચાયતના લેટરપેડ ઉપર લખાણ લખી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે કે, આજુબાજુ ગામડા માંથી આવતા પશુ પાલકો વ્યક્તિઓ સાથે કેટલાક અસામાજીક ઈસમો દ્વારા રવિવારી હાટમાં સ્થાનિક અને ગામડા માંથી આવતા પશુ પાલક વ્યક્તિઓ સાથે ઝગડા અને અસભ્ય વર્તન કરવામાં આવે છે અને તેના લીધે ઘોઘંબા રવિવારી હાટમાં અશાંતિ અને વાતાવરણ ડહોળાઈ તેવી પરિસ્થિતિ ઉભી થવાની શકયતા હોવાથી હવે પછીના રવિવારી હાટ થી કાલોલ, વેજલપુર, ગોધરા થી મરઘાં બકરાનો વેપાર કરવા આવતા વેપારી ઓએ હાટમાં આવવું નહિ અને તેમ છતાં કાલોલ, વેજલપુર, ગોધરા થી જે કોઈ મરઘાં-બકરાંના વેપારીઓ આવશે. તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની ફરજ પડશે. તેવું લખાણ લખી જણાવેલ છે. જેથી હવે એવું લાગી રહયુ છે કે, ઘોઘંબા ગ્રામ પંચાયત દ્વારા અનેરૂ પગલું ભરી અનેક મૂંગા પશુઓનો જીવ બચાવવા માટે મૂંગા પશુના વેપારી સામે લાલ આંખ કરી પહેલ કરી છે અને અનેક મૂંગા પશુઓનો જીવ બચાવવા માટેના પ્રયત્નો કરી રહયા છે. જેથી ઘોઘંબા ગ્રામ પંચાયત જીવદયા પ્રેમી ગ્રામ પંચાયત સાચા અર્થમાં સાબિત થશે અને ઘોઘંબા ગ્રામ પંચાયતને જીવદયા પ્રેમીનો એવોર્ડ આપી સન્માન કરવામાં આવે તેમાં કોઈ નવાઈની વાત નહિ જેથી જીવદયા પ્રેમીઓએ મૂંગા પશુઓનો જીવ બચાવવા માટે ઘોઘંબા ગ્રામ પંચાયતને પુરે પૂરો સહ સહકાર આપે તે જરૂરી બન્યું છે.