ધોધંબા ગામે બે માસના મકાનનું સમારકામ કરવામાંં આવી રહ્યું હતુંં. દરમિયાન મકાનની દિવાલ મજુર ઉપર પડતા દિવાલ સાથે નીચે દબાઈ ગયેલ 25 વર્ષીય મજુરનું મોત નિપજાવા પામ્યું.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા ગામે એસ.બી.આઈ. બેંકની સામે બે માળના જુના મકાનનું સમારકામ કરવા માટે મકાન માલિક દ્વારા કોન્ટ્રાકટરને કોન્ટ્રાકટ આપવામાંં આવ્યો હતો. સમારકામ માટે લગાડવામાં આવેલ મજુરો પૈકી એક મજુબ બપોરના સમયે બીજા માળે મકાનની તોડફોડ કરી રહ્યો હતો. દરમિયાન મકાનની આડી દિવાલ મજુર ઉપર પડી હતી. જેમાં દિવાલના કાટમાળ નીચે દબાઈ ગયેલ સંજય બારીયા ઉ.વ.25 (રહે. અરાદ)નું મોત નિપજાવા પામ્યું હતું. મજુર દબાઈ જતા મોત થયાની જાણ થતાંં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને દિવાલ નીચે દબાઈ જવાથી મરણ ગયેલ મજુરના મૃતદેહને પી.એમ.અર્થે ધોધંબા રેફરલમાં ખસેડવામાંં આવ્યો હતો.