ધોધંબા,ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે રાષ્ટ્રીય ધર્માચારીઓના અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અનંત શ્રી વિભૂષિત કૈવલ જ્ઞાનપીઠાધિશ્ર્વર સપ્તમ કુવેરાચાર્ય જગતગુરૂ શ્રીઅવિચલ દેવાચાર્ય મહારાજની ઉપસ્થિતિમાં પાદુકા પૂજન અને જગતગુરૂ ભાવ વંદના કાર્યક્રમ યોજાયો.
દિવ્ય પરમગુરૂ શ્રીમંત કરૂણાસાગર મહારાજની અસીમ કૃપાથી સાર્ધ દ્વિશતાબ્દી મહોત્સવ ગુરૂગાદી સારસાપુરીમાં યોજાયેલા વિરાટ ધર્મ સંમેલનમાં રાષ્ટ્રીય ધર્મચાર્ય દ્વારા અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ અનંત શ્રી વિભૂષિત કૈવલ જ્ઞાનપીઠાધિશ્ર્વર સપ્તમ કુવેરાચાર્ય જગતગુરૂ શ્રીહરિચંદ્ર દેવાચાર્ય મહારાજની પદવી પ્રાપ્ત થયેલ છે. ત્યારે તેઓના સત્કાર સમારંભમાં કાલોલ વિભાગના પ્રેમી ભક્તજનોએ દ્વારા કાલોલ પંથકમાં પરમગુરૂ પાદુકા પૂજન અને જગતગુરૂ ભાવના કાર્યક્રમનું મોટા આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં આજરોજ ઘોઘંબા તાલુકાના ફરોડ ગામે અવિચલ દેવાચાર્ય મહારાજનુ પરમગુરૂ પાદુકા પૂજન અને જગતગુરૂ ભાવનાનો કાર્યક્રમ યોજી ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે જગતગુરૂની નગર શોભાયાત્રા તથા સાયંકાલ ઉપાસના, ભોજન પ્રસાદી અને જગતગુરૂ વંદના કાર્યક્રમ જેવા ધાર્મિક કાર્યક્રમો કરી ઉત્સાહપૂર્વક કાર્યક્રમ યોજ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં ફરોડ ગામમાં ભાવ ફેરી અને મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી ભજનો, ગીતો અને ધૂન દ્વારા વાતાવરણને ભક્તિમય બનાવવામાં આવ્યું હતું. મહારાજની ઉપસ્થિતિ બદલ સમગ્ર ગ્રામજનોએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને મહારાજએ સૌને સુખી સંપત્તિવાન બનો તેવા આશીર્વાદ આપ્યા હતા.