ઘોઘંબા ફરોડ ફાટક વચ્ચે ઠેસર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો એક યુવાન ગંભીર ઘાયલ થતા ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા

ઘોઘંબા,ઘોઘંબા તથા ફરોડ વચ્ચે આજરોજ સાંજના સુમારે બાઈક તથા ઠેસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટી ઉભરવન ગામનો એક યુવાન ગંભીર રીતે ઘાયલ થતા તેને વડોદરા રેફર કરવામાં આવ્યા હતા. મોટી ઉભરવન યુવાન પ્રદીપ કાંતિલાલ પરમાર ઉંમર 30 વર્ષ જેવો ફરોડ ચોકડી તરફ બાઈક લઈ આવી રહ્યો હતો. તે દરમ્યાન એક ઠેસર ચાલક પોતાના ઠેસર રીવેસ મારી રહ્યો તે જોઈ બાઈક ચાલક પાછળ ઉભો રહી જતા બાઈકની અંદર ઠેસર ઘૂસી જતા પ્રદીપને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં ઘોઘંબા રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપી યુવાનને 108 મારફતે વડોદર રિફર કરવામાં આવ્યો યુવકની તબિયત નાજુક તેમજ ઠેસર ચાલક ફરાર.