ઘોઘંબામાં દુકાનો સામે અડચણરૂપ ગેરકાયદેસર લારી-ગલ્લાના દબાણોને લઈ રજુઆત

ઘોઘંબા, ઘોઘંબા 90 ગામોનો બનેલો એક તાલુકો હોવાથી એક મુખ્ય વેપારી મથમ બની ગયેલ છે. ત્યારે ઘોઘંબામાં ફાટકથી લઈને રાજગઢ પોલસ સ્ટેશન સુધી મુખ્ય હાઈવે પર આખુ મેઈન બજાર આવેલ છે. જયાં મોટાભાગે ફકત દુકાનો જ છે. ત્યારે વિટંબણા એ છે કે, માલિકીની દુકાનો આવેલી હોવા છતાં દરેક દુકાનોની આગળ લોકો દ્વારા ગેરકાયદેસર લારી અને ગલ્લા મુકીને દબાણો કરી દાદાગીરી કરીને પોતાની માલિકીની જગ્યા હોવાનો હક જતાવવામાં આવી રહ્યો છે. ઘોઘંબા વેપારી મંડળ દ્વારા વારંવાર રજુઆતો કરવા છતાં પણ લારી-ગલ્લાઓ હટાવવામાં આવતા નથી.