ધોધંબાના દામાવાવ, રાજગઢ પોલીસ મથકના 3 ધાડ લુંટ અને ધરફોડ ચોરીના વોન્ટેડ આરોપીને રાજસ્થાન પાલડીથી એલ.સી.બી.એ ઝડપ્યો

ધોધંબા, પંચમહાલ જીલ્લાના દામાવાવ પોલીસ મથક અને રાજગઢ પોલીસ મથકના ધાડ લુંટ અને ધરફોડ ચોરીના 6 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપી અંગે એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે રાજસ્થાન સીરોહીના પાલડી ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો.

પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના રાજગઢ પોલીસ મથક 2017 અને દામાવાવ પોલીસ મથકના 2017ના બે એમ કુલ 3 ધાડલુંટ અને ધરફોડ ચોરીનો આરોપી સબુરભાઈ ઉર્ફે કાલીયો મલસીંગભાઇ ભાભોર રહે. સરસોડા તા.ગરબાડા જે છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, વોન્ટેડ આરોપી હાલ રાજસ્થાનના સીરોહીના પાલડી ગામે ગેસ પાઈપ લાઈન મજુરી કામ કરતો હોય તેવી ચોકકસ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે પાલડી ખાતેથી આરોપીને ઝડપી પાડી રાજગઢ, દામાવાવ પોલીસને સોંપવામાં આવ્યો.