ધોધંબા, ભારતના વડાપ્રાધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે ઘોઘંબા ભાજપ ધ્વરા એક અઠવાડિયા સુધી કાર્યક્રમ કરવાનું નક્કી કર્યુ હતું. જેમાં આજરોજ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણી અધ્યક્ષતામાં ઘોઘંબા તાલુકા ભાજપ યુવા મોરચા-ધ્વરા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપ કાર્યકરો એ ઉત્સાહ દર્શાવતા બે વાગ્યાં સુધીમાં 52 જેટલાં યુનિટ એકઠા થયા હતા અને કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી 100 બોટલ પર્ણ કરવાનું લક્ષ્યાંક હતું. કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે નરેન્દ્ર મોદીને વિશ્ર્વ નેતા ગણાવી તેમના વખાણ કર્યા હતા.
આજના કાર્યક્રમમાં યુવા મોરચા પ્રમુખ નરેન્દ્રભાઈ પરમાર, ગુણવંતસિંહ ગોહીલ, ભીખાભાઈ સોલંકી, જયપાલસિંહ રાઠોડ, ઘનશ્યામભાઈ પરમાર, ઘોઘંબા તાલુકા પ્રમુખ હેમતભાઈ રાઠવા એ બ્લડ ડોનેટ કર્યુ હતું. ઘોઘંબા ભાજપ ધ્વરા આવનારૂ અઠવાડિયુ સેવા કાર્યક્રમ તરીકે ઉજવી ગરીબોની સેવા કરશે.