
ધોધંબા, ઘોઘંબા APMC ની ચુંટણીમાં ખેડૂત તથા વેપારીના મળી કુલ 28 ફોર્મ ભરાયાં હતા. જ્યારે આજે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ હોય ત્યારે ખેડૂત વિભાગ માંથી 11 ફોર્મ પરત ખેંચાતા માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં ભાજપની પેનલ સામે કોંગ્રેસના બે ઉમેદવારો ચૂંટણી લડશે. ત્યારે વેપારી મંડળના ચાર ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા વેપારી મંડળમાં ખુશીનો માહોલ.