ધોધંંબા એપીએમસીના ખેડુત વિભાગ માટે આજ મતદાન યોજાયું

ધોધંબા, ધોધંબા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ખેડુત વિભાગ માટે આજરોજ મતદાન યોજાયું હતું. 10 બેઠકો માટે યોજાયેલ મતદાનમાં 217 મતદારોએ મતદાન કર્યુંં.

ધોધંબા એપીએમસી ચુંટણી જાહેર થતાં સહકારી વિભાગ અને વેપારી વિભાગના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. જયારે ખેડુત વિભાગની 10 બેઠકો માટે આજરોજ એપીએમસી ખાતે મતદાન યોજાયું હતું. 10 બેઠકો ઉપર 12 ઉમેદવારો માટે યોજાયેલ મતદાનમાં 217 જેટલા મતદારોએ મતદાન કરવામાં આવ્યું. આજરોજ થયેલ મતોની ગણતરી આવતી કાલે હાથ ધરવામાં આવશે.