
ધોધંબા, ધોધંબા તાલુકાના નાથપુરા ગામ પંચાયત બાથરૂમની પાછળ હાુરજીતના જુગાર રમતા સ્થળે પોલીસે રેઈડ કરી 6 ઈસમોને કુલ 11,300/-રૂપીયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા.
પ્રાપ્ત વિગતો મુજબ ધોધંબા તાલુકાના નાથપુરા ગામ પંચાયત બાથરૂમની પાછળ કેટલાક ઈસમો જુગાર રમાડી રહ્યા છે. તેવી બાતમીના આધારે રાજગઢ પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન નારણભાઈ રામસીંગ હરીજન, મનોજ ગોવિંદભાઈ હરીજન, આરીફ બચુભાઈ મકરાણી, વેચાત દિનાભાઈ રાઠવા, પ્રકાશ મણીલાલ રાઠવા, કિરણ પૂનીયાભાઈ રાઠવા ઝડપાઈ જવા પામ્યા હતા. ઝડપાયેલ ઈસમોની અંગઝડતી દાવ ઉપર મુકેલ 11,300/-રૂપીનો મુદ્દામાલ કબ્જે લઈ આ બાબતે રાજગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.