જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, પંચમહાલ ગોધરા દ્વારા આયોજીત સર્વરોગ નિદાન કેમ્પ અંગેનો અહેવાલ

કોમ્યુનિટી મેડિસિન વિભાગ, જીએમઇઆરએસ મેડિકલ કોલેજ, પંચમહાલ ગોધરા દ્વારા NMCના ફેમિલી એડોપ્શન કાર્યક્રમ અંતર્ગત બાહી ગામમાં કુમારશાળા ખાતે 30-07-2024 ના રોજ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલના ફિઝીશીયન, સર્જન, પીડીયાટ્રીશીયન, ગાયનેકોલોજીસ્ટ, સ્કીન સ્પેશિયાલીસ્ટ અને ડેન્ટલ સર્જન દ્વારા આરોગ્ય લક્ષી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. જેનો ગામના અંદાજે 155 લોકોએ લાભ લીધો હતો. આ સાથે લાભાર્થીઓને આરોગ્યલક્ષી માર્ગદર્શન તેમજ જરૂરીયાતમંદ લોકોને દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.