અમદાવાદ સહિત ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે કોરોના પીડિત દર્દીઓ ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. આસંજોગોમાં કોરોના મુક્ત થવા માટે માત્ર ને માત્ર સમયસર દવા અને દેશી આયુર્વેદ ઉપચાર તમને જલદીથી કોરોના સામેનો જંગ જીતાડી શકે છે.
અમદાવાદ સહિત ગુજરાત-દેશ અને વિશ્વમાં હજી કોરોના રોકોવાનું નામ લેતો નથી. દરમિયાન કોરોના પોઝીટીવ કેસની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી જાય છે. આ સંજોગોમાં કોરોના સામેનો જંગ જીતવા કેટલાંક સામાન્ય સૂચનો અનુભવ આધારિત ધ્યાનમાં લેવામાં આવે તો કોરોનો સામેનો જંગ આસાનીથી જીતી શકાય છે. પ્રથમ તો કોરોનાના પ્રાથમિક લક્ષણ જેવા કે શરદી-તાવ-ઉધરસ કે માથામાં દુખાવો થાય કે તુરત જ કોઇપણ પ્રકારના વિલંબ વિના તબીબી સલાહ લેવી જરૂરી છે.
આ અંગે ખાનગી તબીબ નહીં પણ મળે તો નજીકના આપના વોર્ડના અર્બન હેલ્થ સેન્ટર પર હાજર સ્ટાફ આપની સેવા માટે સદા તત્પર હોય જ છે. એટલું જ નહીં આ સેન્ટર પર તબીબી નિરીક્ષણ – સારવાર અને દવા સહિતની તમામ સુવિધા દર્દીને આપવામાં વિના વિલંબે આપવામાં આવે છે. તબીબી સલાહ અને સાથે નિયમિત આયુર્વેદ ઉપચાર કરશો તો કોરોના સામેનો જંગ જીતવો તદન આસાન રહે છે.
આયુર્વેદ ઉપચાર કયા કરી શકાય ?
- દર્દીએ શક્ય ગરમ-નવાયુ પાણી જ પીવા માટે ઉપયોગ કરવો
- આંબળા-આદુનો રસ સવારના પ્રથમ પહોરે લેવાનો આગ્રહ રાખશો
- ભારે ખોરોકને ત્યજી દો અને પોચો ખીચડી અને પોષક આહાર લેવો
- શક્ય ત્યાં સુધી મોસંબી-નારંગી-ચીકુ જ્યુસ લેવા પ્રયાસ કરવો
- ફળ આહાર પણ દર્દી માટે લાભદાયી પુરવાર થશે
- તબીબી સૂચના માટે અર્બન સેન્ટરની દવા પણ અક્સીર પુરવાર થઇ શકે
કોરોના પોઝીટીવ દર્દીએ અર્બન સેન્ટર પર મળેલી દવા અને આયુર્વેદ ઉપચાર અંગે ગંભીરતા દાખવી 14 દિવસ સારવાર સાથે સામાન્ય આપના શરીરને અનુકૂળ કસરત કરવાથી આપ સ્વસ્થ રહી શકો છો અને કદાય 14 દિવસ કરતાં ઓછા સમયમાં પણ કોરોના સામેનો જંગ આપ જીતી શકો છો.માટે હોસ્પિટલ હાઉસફૂલ હોય.ઓક્સિજનની બોટલ ભલે નહીં હોય અને વેન્ટીલેટરની સુવિધા પણ ભલે નથી.છતાં આપ કોરોના સામેનો જંગ આસાનીથી જીતી શકશો તો ચિંતા કર્યા વગર,હિંમત રાખો,સ્વસ્થતાથી એલપથી અને આયુર્વેદનો ઉપચાર તમને કોરોના મુક્ત કરશે અને તમારા પરિવારમાં પણ આનંદનું વાતાવરણ છવાયેલું રહેશે.