સુરત: લૂંટેરી દુલ્હનની ઘણી ઘટનાઓ ગુજરાતમાં જોવા મળી રહી છે, પણ સુરતની ઘટના સાંભળીને ભલભલા ચોંકી જશે. કારણ કે આ લૂંટેલી દુલ્હનને એક યુવકને પોતાની પ્રેમજાળમાં ફસાવી પૂર્વ પ્રેમી સાથે તેના ઘરમાંથી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. જોકે, પોલીસે ગણતરીના કલાકમાં મહિલા આરોપીને તેના પૂર્વ પ્રેમી એટલે કે આ બંટી અને બબલીની જોડીને મહારાષ્ટ્રના ખાતેથી ઝડપી પાડી લાખો રૂપિયા રિકવર કર્યા છે.
ગુજરાતમાં લૂંટેરી દુલ્હનની ઘણી ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. જ્યાં લૂંટેલી દુલ્હનો સૌપ્રથમ યુવક સાથે લગ્ન કરે છે અને લગ્નના થોડા દિવસમાં તેના ઘરમાં રહેલો કિંમતી વસ્તુઓ, રોકડા રૂપિયા લઇ ફરાર થઈ જાય છે. પરંતુ સુરતના ચોકબજારમાં એવી એક રૂપેરી દુલ્હન સામે આવી, જે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સુરતના ચોકબજાર વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં રહેતા ધનજીભાઈ નામના વ્યક્તિના સંપર્કમાં સામેના મકાનમાં રહેતી યુવતી સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જોકે, ધનજીભાઈનું મકાન વેચાતા તેમના ઘરમાં 96 લાખ રૂપિયા આવ્યા હોવાનું આ યુવતીને ખબર પડતા તેણે ચાલાકીપૂર્વક પોતાના પૂર્વ પ્રેમી સાથે મળી અને હયાત પ્રેમી ધનજીભાઈના ઘરમાંથી 96 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગઇ હતી.
જોકે, ચોરીના રૂપિયા લઈને જતો યુવતીનો પૂર્વ પ્રેમી સીસીટીવીમાં કેદ થતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગણતરીના કલાકમાં આ કેસમાં ખંડોવાયેલી યુવતી અને તેના પૂર્વ પ્રેમીને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા હતા. જયશ્રી ભગત અને શુભમ નામના આ પૂર્વ પ્રેમીને સુરતની ચોક બજાર પોલીસે ગણતરીના કલાકમાં મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડી અંદાજિત 71 લાખ કરતાં વધુ રૂપિયાની રિકવર કર્યા હતા. જોકે, બાકીના પૈસા રિકવર કરવાની કામગીરી પોલીસે શરૂ કરી છે. હાલ પોલીસે આ બંને આરોપી સાથે મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.