ઘરનો ઝઘડો બન્યો અમિષા પટેલના કરિયરમાં પતનનું કારણ

મુંબઇ, અમીષા પટેલ ફરી એકવાર સકીના બનીને પડદા પર ધમાલ મચાવી રહી છે. ફેન્સ પણ તારા અને સકીનાની આ અમર પ્રેમ કહાની જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ શું તમે જાણો છો કે ’ગદર’માં સકીનાનું પાત્ર ભજવનાર અમીષા પટેલને ૨૨ વર્ષ પહેલા ચપ્પલ વડે માર મારવામાં આવ્યો હતો. અભિનેત્રીએ પોતાના જ માતા-પિતા પર ૧૨ કરોડ રૂપિયા પડાવી નાખવાનો આરોપ પણ લગાવ્યો હતો.

ફિલ્મ ’કહો ના પ્યાર હૈ’થી અમીષા પટેલે રાતોરાત લાઇમલાઇટમાં આવી ગઈ હતી. આ લોકપ્રિયતા અમીષાએ ફિલ્મ ’ગદર’થી પણ મેળવી હતી. પરંતુ બાદમાં અભિનેત્રીની કારકિર્દીમાં એવો ડાઉનફોલ શરૂ થયો કે તેની સીધી અસર તેની કારકિર્દી પર પડી. કહેવાય છે કે અમીષાના કરિયરમાં પતનનું કારણ તેના જીવનના અંગત વિવાદો છે જે કોર્ટ સુધી પહોંચ્યા હતા.

અમીષા પટેલની કારકિર્દીમાં બે ફિલ્મો વધુ ચર્ચામાં રહી હતી. એક ’કહો ના પ્યાર હૈ’ અને બીજી ’ગદર’. આ બંને ફિલ્મો હિટ થયા બાદ અમીષા પટેલની તેના માતા-પિતા સાથેની લડાઈ ઘરની બહાર પહોંચી ગઈ હતી. મામલો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. ફિલ્મ ’ગદર’ પછી અભિનેત્રીએ તેના માતા-પિતા પર તેના કમાયેલા પૈસાનો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. ડીએનએમાં છપાયેલા સમાચાર મુજબ, તે સમયે એવા અહેવાલો આવ્યા હતા કે જ્યારે અભિનેત્રીએ તેનો વિરોધ કર્યો તો તેને ચપ્પલ વડે માર પણ મારવામાં આવ્યો હતો.

અમીષા પટેલે તેના માતા-પિતા પર ૧૨ કરોડ રૂપિયા પડાવવાનો આરોપ લગાવ્યો હતો અને કેસ પણ નોંધાવ્યો હતો. આ સાથે અમીષાએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે માતા-પિતા સાથે લડાઈ અને વિક્રમ ભટ્ટ સાથેના અફેરની તેની કરિયર પર ખરાબ અસર પડી હતી. હાલમાં અમીષા ’ગદર ૨’થી જબરદસ્ત કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં અમીષાની સાથે સની દેઓલ જોવા મળશે. આ બે સ્ટાર્સ સિવાય ફિલ્મમાં ઉત્કર્ષ શર્મા અને સિમરત કૌર પણ છે.