ઘરની છત પર લાગેલી સોલાર પેનલ પર અમેરિકાની નજર, ભારત-ચીન પર પ્રતિબંધ લગાવ્યો

અમેરિકા હવે તમારી છત પર લગાવવામાં આવેલી સોલાર પેનલ પર નજર રાખી રહ્યું છે. આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે, અમેરિકાએ ભારતમાં બનેલા આવા સામાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ ભારતમાં બનેલા સોલાર પેનલ સામાન પર પ્રતિબંધ લગાવી દીધો છે. અમેરિકાએ પણ ચીન પર આવા જ પ્રતિબંધો લગાવ્યા છે. યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગે ભારતમાંથી આશરે ૪૩ મિલિયનના મૂલ્યના ઇલેક્ટ્રોનિક્સ સાધનોના શિપમેન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.આ પ્રતિબંધ ૨૦૨૨ના કાયદા હેઠળ બળજબરીથી બનેલા માલસામાન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

અમેરિકા દ્વારા લાદવામાં આવેલા આવા નિયંત્રણો દર્શાવે છે કે, દેશની ટ્રેડ એન્ફોર્સમેન્ટ એજન્સી હવે સોલર પેનલ પર પણ નજર રાખી રહી છે. હાલમાં સીબીપીએ સ્પષ્ટ કર્યું નથી કે, તેણે કઈ પ્રકારની ઈલેક્ટ્રોનિક વસ્તુઓ જપ્ત કરી છે. આ મુદ્દાને લઈને ઉદ્યોગ તરફથી એક અહેવાલ છે, જેમાં સૂત્રોના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, જે શિપમેન્ટ બંધ કરવામાં આવ્યું છે, તેમાં સોલાર પેનલ્સમાં સૌથી વધુ કાચો માલ પોલિસીલિકોન અને સોલર પેનલનો ઉપયોગ થાય છે. જ્યારે ઉદ્યોગે આ મુદ્દા વિશે સીબીપીને પૂછ્યું, ત્યારે કોઈ તાત્કાલિક પ્રતિસાદ મળ્યો ન હતો. આ અમેરિકન કાયદો ચીનના શિનજિયાંગ વિસ્તારમાં બનેલી વસ્તુઓ પર પણ પ્રતિબંધ મૂકે છે.

શિનજિયાંગને લઈને એવું કહેવાય છે કે, ચીની સત્તાવાળાઓએ ઉઇગુર અને અન્ય મુસ્લિમ સમુદાયો માટે મજૂર શિબિરો બનાવી છે. હાલમાં ચીને હંમેશા ઉઇગર મુસ્લિમો વિરુદ્ધ કોઈપણ પ્રકારની હિંસાનો ઈક્ધાર કર્યો છે. હાલમાં, પાછલા વર્ષોમાં પ્રિવેન્શન ઓફ ફોર્સ્ડ લેબર એક્ટ હેઠળ કોઈ ભારતીય ઈલેક્ટ્રોનિક્સ શિપમેન્ટ જપ્ત કરવામાં આવ્યું નથી. યુએસએ ફોર્સ્ડ લેબર પ્રિવેન્શન એક્ટ હેઠળ વર્ષોથી ભારતના ઇં૩ બિલિયનના મૂલ્યના ઇલેક્ટ્રોનિક્સ શિપમેન્ટનો માત્ર એક નાનો હિસ્સો બ્લોક કર્યો છે, જે ભારતીય ઉત્પાદકો માટે એક ફટકો છે. પરંતુ આટલી મોટી રકમના માલને રોકવો એ પણ ભારતીય ઉત્પાદકો માટે મોટો ફટકો છે. આ એવા ભારતીય ઉત્પાદકો છે જે ચીનની કંપનીઓ સાથે સ્પર્ધા કરવા માટે તેમના ઉત્પાદનો અમેરિકા મોકલવા માંગતા હતા.