નવીદિલ્હી, સીજેઆઇ ડી.વાય ચંદ્રચુડે કહ્યું કે ગોપનીયતા અધિકારોના ઉલ્લંઘન માટે કવર હોઈ શકે નહીં. તેમણે આ વાત ઘરોમાં લિંગ અસમાનતાને બહાર લાવવા માટે કાયદાની જરૂરિયાતના સંદર્ભમાં કહી હતી.બેંગલુની નેશનલ લો સ્કૂલ ઓફ ઈન્ડિયા યુનિવર્સટી માં દેશના ૧૯મા સીજેઆઇ ઈ એસ . વેંકટરામૈયાની યાદમાં આયોજિત પ્રવચનમાં તેમણે કહ્યું કે લોકોને જાહેર અને ખાનગી બંને સ્થળોની સુરક્ષા માટે કાયદાના ઉદ્દેશ્યથી વાકેફ કરવા જોઈએ.
તેમણે ઉમેયુ કે ભારતીય દડં સંહિતામાં એવી જોગવાઈ છે કે જયારે બે કે તેથી વધુ વ્યક્તિઓ ઝઘડો કરે છે અને જાહેર શાંતિને ખલેલ પહોંચાડે છે તો તેને ગુનો ગણવામાં આવે છે. જો કે, જો લડાઈ જાહેર સ્થળે થાય તો જ તે સજાને પાત્ર છે. જાહેર અને ખાનગી વચ્ચેના આ ભેદભાવે ઘણા વર્ષેાથી આપણા કાયદાઓની નારીવાદી અને આર્થિક ટીકાનો આધાર બનાવ્યો છે. વાણી સ્વાતંત્રીય ખરેખર અસ્તિત્વમાં છે તે માટે, તે બંને જગ્યાએ અસ્તિત્વમાં હોવું જોઈએ.
સીજેઆઇ એ કહ્યું કે ઘર, એક ખાનગી જગ્યા તરીકે, ગૃહિણી માટે આર્થિક પ્રવૃત્તિનું સ્થળ છે, યાં તેણીને તેની સેવાઓ માટે મહેનતાણું આપવામાં આવતું નથી. સમાજે આપણને જે ધારણાઓ રાખવાનું શીખવ્યું છે તેની બહાર આપણે આપણા મનને ખોલવા માટે તૈયાર હોઈએ ત્યારે જ ન્યાયની ભાવના વિક્સે છે.ઉલ્લેખનીય છે કે જસ્ટિસ વેંકટરામૈયા ૧૯૮૯માં સીજેઆઇ હતા.૧૯૯૭માં તેમનું અવસાન થયું. તેમની પુત્રી જસ્ટિસ બી.વી. નાગરથ્ના સુપ્રીમ કોર્ટના જજ છે. તેઓ દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ બને તેવી શકયતા છે.