
ગિફ્ટ સિટી માં દારૂની છૂટછાટ અંગે નિયમો જાહેર
ગૃહ વિભાગ દ્રારા ગિફ્ટ સિટી માં દારૂની છૂટછાટ ને લઈ સત્તાવાર નિયમો જાહેર કરવામાં આવ્યા છે. FL-3 લાયસન્સ લેવા માટે સુપ્રિટેન્ડન્ટ પ્રોહીબિશન અને એક્સાઈઝમા એપ્લાય કરવાનું રહેશે તેમજ ગિફ્ટ સિટી મા વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે. વાઈન એન્ડ ડાઈનમાં લીકર પરમીટ હોલ્ડરને જ સર્વ કરવામાં આવશે
ગૃહ વિભાગ ના sop મુજબ ૩ લાયસન્સ 1 વર્ષ અને 5 વર્ષ માટે મળશે, લાયસન્સના સમય દરમિયાન બાકી રહેલા વાઈનનો જથ્થો પરત જમા કરાવવાનો રહેશે, FL-3 લાયસન્સની વાર્ષિક ફી 1 લાખ રહેશે, સિક્યુરીટી ડિપોઝીટ 2 લાખ રૂપિયા રહેશે, FL-3 લાયસન્સ ધરાવનાર રેસ્ટોરન્ટ કે હોટલ્સ વિદેશી દારૂ પરમીટ લીકર શોપ અથવા અન્ય રાજ્ય માંથી ખરીદી શકશે,
- ગિફ્ટ સિટી માં દારૂની છૂટછાટ અંગે નિયમો જાહેર
- વાઈન એન્ડ ડાઈન ફેસિલિટીમાં જ છૂટછાટ મળશે
- લીકર એક્સેસ પરમીટ બે વર્ષ માટે આપવામાં આવશે
- ગેસ્ટને એક દિવસની ટેમ્પરરી વિઝીટર્સ પરમીટ
દારૂની છૂટછાટ લીકર એક્સેસ પરમીટ બે વર્ષ માટે આપવામાં આવશે, જે પછીથી રીન્યુ થઈ શકશે જેની વાર્ષિક ફી એક હજાર રૂપિયા રહેશે, લીકર એક્સેસ ધરાવતી વ્યક્તિ કંપની છોડીને જાય તો તેની પરમીટ રદ્દ થઈ જશે, ગિફ્ટ સિટી માં આવેલી કંપનીઓને ગેસ્ટને એક દિવસની ટેમ્પરરી વિઝીટર્સ પરમીટ આપવામાં આવશે.
ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટને લઈ સત્તાવાર નિયમોનું લિસ્ટ





