ઘણા સ્ટાર કિડ્સ ટૂંક સમયમાં સ્ક્રીન પર તેમની પ્રતિભા દર્શાવતા જોવા મળશે.

મુંબઇ, ઘણા સ્ટાર્સની આગામી પેઢી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. કેટલાક સ્ટાર કિડ્સે તો ફિલ્મોમાં કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે તો કેટલાક પોતાના પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત છે. આવો, અહીં જાણીએ કે કયા સેલેબ્સના બાળકો ટૂંક સમયમાં હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીનો ભાગ બનવા જઈ રહ્યા છે.

રવિના ટંડનની પુત્રી રાશા થડાનીએ અભિનેત્રી તરીકે બોલિવૂડમાં પગ મૂકવાની તૈયારી કરી લીધી છે. રાશા ટૂંક સમયમાં ડિરેક્ટર અભિષેક કપૂરની ફિલ્મમાં અજય દેવગનના ભત્રીજા અમાન દેવગન સાથે જોવા મળશે.

શાહરૂખ ખાન અને ગૌરી ખાનની પુત્રી સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

સૈફ અલી ખાન અને અમૃતા સિંહનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન ધર્મા પ્રોડક્શનની ફિલ્મ સર્જમીનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ઈબ્રાહિમે કરણ જોહરને ફિલ્મ રોકી અને રાનીની લવસ્ટોરીમાં પણ અસિસ્ટ કર્યું છે.

જો રિપોર્ટ્સનું માનીએ તો, સંજય કપૂર અને મહિપ કપૂરની દીકરી શનાયા કપૂર કરણ જોહરની આગામી ફિલ્મ બેધડક સાથે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકશે.

દિવંગત અભિનેત્રી શ્રીદેવી અને પીઢ ફિલ્મ નિર્માતા બોની કપૂરની નાની પુત્રી ખુશી કપૂર, ઝોયા અખ્તરની ધ આર્ચીઝ સાથે બોલિવૂડમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.

અમિતાભ બચ્ચનના પૌત્ર અગસ્ત્ય નંદા પણ ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂમાં અભિનેતા તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ડિરેક્ટર તરીકે બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. આર્યન ખાને સ્ટારડમ નામની વેબ સિરીઝમાં પણ કામ કરવાનું શરૂ કરી દીધું છે.