ગોધરા સાતપુલ સી સોસાયટીમાં આરોપીઓએ જુગારની બાતમી આપો તેમ કહી મારમારતાં ફરિયાદ

ગોધરા, ગોધરા સાતપુલની સી સોસાયટીમાં રહેતા ફરિયાદીના માતા તેમના પતિને જમવા માટે બોલાવતા હતા. ત્યારે આરોપી ઈસમોએ તમો જુગારની બાતમી આપો છો તેમ કહી છુટા પથ્થર મારી ઇજાઓ કરી ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા સાતપુલ સી સોસાયટીમાં રહેતા ફરિયાદી મોબીન ઝાકીર શેખના માતા તેમના પિતાને જમવા માટે બુમો પાડીને બોલાવી રહ્યા હતા. ત્યારે આરોપી ઈસમો મોસીન હશન મીઠા ઉર્ફે ભાણા, ઈરફાન હશન મીઠા ઉર્ફે ભાણાએ તમે જુગારની પોલીસને બાતમી આપો છો. તેમ કહી ઈરફાન મીઠાએ છુટો પથ્થર મારી નશીમબાનુને ઈજાઓ કરી અન્ય આરોપીએ ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.