ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા એસપી સામે મોરચો માંડ્યો, જેલ ભરો આંદોલનની ચીમકી

પાલનપુર, ઉત્તર ગુજરાતના રાજકારણનો સૌથી ચર્ચાતો ચહેરો એટલે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર. આ મહિલા નેતા સતત ચર્ચામા રહે છે. ત્યારે ગેનીબેન ઠાકોર એકવાર ફરીથી ચર્ચામા આવ્યા છે. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે એસપી અક્ષયરાજ મકવાણા સામે મોરચો ખોલ્યો છે. ગેનીબેને બનાસકાંઠા એસપી સામે જેલ ભરો આંદોલનની જાહેરાત કરી છે. બનાસકાંઠા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનો બનાસકાંઠાના એસપી પર આરોપ મૂક્યો છે. એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસ કાર્યકરો અને પ્રજાને દબાવવા માટે સત્તા દુરુપયોગ કરી રહ્યા છે તેવો આક્ષેપ ગેનીબેને કર્યો. ત્યારે ગેનીબેને હવે ગાંધી ચિંયા માર્ગે લડાઈ લાડવા ટ્વીટ કરી જાહેરાત કરી છે.

ગેનીબેન ઠાકોર ફરીથી તેમની ટ્વીટને કારણે ચર્ચામાં આવ્યા છે. ગેનીબેન ઠાકોરે બનાસકાંઠા એસપી સામે આરોપ મૂક્યા છે. એસપી રાજકીય ઈશારે સત્તાના દુરુપયોગ કરતા હોવાનો આરોપ ગેનીબેને મૂક્યો છે. થરાદમાં જાહેર સભા કરવાનો ગેનીબેન ઠાકોરે નિર્ણય કર્યો છે. પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ અને રઘુ દેસાઈ પણ આ આંદોલનમાં જોડાશે. આજે ગેનીબેન ઠાકોર કલેક્ટરને મળીને આ અંગે આવેદન પત્ર આપશે. બનાસકાંઠા કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાસકાંઠાના એસપી પર આરોપ મૂક્યો છે. એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસ કાર્યકરો અને પ્રજાને દબાવવા માટે સત્તા દુરુપયોગ કરી રહ્યા છે તેવો આક્ષેપ ગેનીબેને કર્યો. તેથી તેઓએ ગાંધી ચિંયા માર્ગે લડાઈ લાડવા ટ્વીટ કરી જાહેરાત કરી છે. થરાદમાં એસપી સામે જેલ ભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરાશે.

ગેનીબેને ટ્વીટમાં લખ્યું કે, આપ સૌ, વાવ, થરાદ તાલુકાના તમામ સમાજના વડીલો યુવાન ભાઈઓને વિનંતી છે કે, બનાસકાંઠા એસપી રાજકીય ઈશારા હેઠળ કોંગ્રેસના કાર્યકરોને અને આમ પ્રજાને દબાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. ત્યાર તેની સામે ગાંધી ચિંયા માર્ગે લડાઈ લડવા માટેનો સમય પાકી ગયો છે. ત્યારે આ બાબતો જેલભરો આંદોલન સાથે જાહેર સભાનું આયોજન કરવામાં આવશે. આપ સૌને તારીખ અને સ્થળ એકાદ દિવસ પછી નક્કી કરીને જણાવવામાં આવશે તો આપ સૌ અસત્ય સામે સત્યની લડાઈ લડવા માટે કટિબંધ બની પધારશો તેવી અમે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ. લિ.ગેનીબેન ઠાકોર.