
વેલેન્ટાઇન ડેના દિવસે 14 વર્ષની સગીરાને ત્રણ શખ્સ કારમાં બેસાડી રૈયા રોડ પર પેટ્રોલ પંપ પાછળ લઇ ગયા હતા જ્યાં એક સગીર વયના શખ્સે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાથી સગીરા લોહીલુહાણ થઇ ગઇ હતી. દુષ્કર્મ વખતે અન્ય બે શખ્સને નાસ્તો લેવા મોકલી દેવાયા હતા અને અધમ કૃત્ય કર્યા બાદ તેને પરત બોલાવવામાં આવ્યા હતા.
દુષ્કર્મીએ ત્યારબાદ તેના બે સાથીદારને આ સગીરા લોહિયાળ થઇ ગઇ હોય તેની સાથે શરીરસંબંધ નહીં બાંધવાનું કહી અન્ય હરકતો કરવાનું કહ્યું હતું અને દુષ્કર્મીએ કારનું સ્ટિયરિંગ સંભાળ્યું હતું, તેણે કાર અટલ સરોવર તરફ હંકારી મૂકી હતી, તે વખતે રસ્તામાં બંને શખ્સે એક પછી એક પાછલી સીટમાં જઇને સગીરા પાસે ન કરાવવાનું કરાવી પોતાની માનસિક વિકૃતિ ઠાલવી હતી.
ઘટનાની રાત્રીના 14મીએ જ્યારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી રહી હતી ત્યારે તેણે અન્ય બે શખ્સે કરેલા કૃત્ય અંગે પોલીસને કે તેના પરિવારજનોને જાણ કરી નહોતી, પોતે ડરી ગઇ હતી, પરંતુ દુષ્કર્મ બાદ તેની શારીરિક હાલત ખરાબ થઇ ગઇ હતી છતાં તેના પર બંને શખ્સે હેવાનિયત આચરી હતી, તે ત્રણેયનો પ્લાન સામૂહિક દુષ્કર્મનો જ હતો. પાનની દુકાનમાંથી તેમણે શરીર સંબંધ બાંધવા માટે ત્રણ કોન્ડોમની જ ખરીદ્યા હતા. આમ ત્રણેય શખ્સે સામૂહિક દુષ્કર્મનું જ કાવતરું ઘડ્યું હતું.
બીજીબાજુ રવિવારે પોલીસે સગીરાને સાથે લઇ ઘટનાસ્થળે પંચનામું કર્યું હતું અને સ્થળ પરથી સજ્જડ સાંયોગિક પુરાવા એકઠા કર્યા હતા. પોલીસે દુષ્કર્મમાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ કબજે કરી બે શખ્સને સકંજામાં લીધા હતા. હજુ પણ એક શખ્સ ફરાર છે.