જનરલ ઓબ્ઝર્વરએ ગોધરા કલેકટર કચેરી ખાતે કાર્યરત MCMC, EMMC તથા ચૂંટણી શાખામાં સ્થાપિત ચૂંટણી કંટ્રોલ રૂમની મુલાકાત લઈને જરૂરી સૂચનો કર્યા

ગોધરા,

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે ભારતના ચૂંટણી પંચ દ્વારા પંચમહાલ જિલ્લામાં નિમાયેલા જનરલ ઓબ્ઝર્વર દેબાજ્યોતિ દત્તાએ ગોધરા કલેકટર કચેરી ખાતે કાર્યરત MCMC, EMMC ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરીંગ સેન્ટર તથા ગોધરા ચૂંટણી શાખામાં સ્થાપિત ચૂંટણી કંટ્રોલ રૂમની મુલાકાત લઇને આ કમિટીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સોશિયલ મીડિયા મોનિટરિંગ અંગે પણ ચર્ચા કરી હતી.આ સાથે તેમણે કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરી અંગે પૂછપરછ કરી જરૂરી સલાહ સૂચનો કર્યા હતા.

ગોધરા ચૂંટણી શાખા ખાતે ચૂંટણી કંટ્રોલરૂમ ઊભો કરવામાં આવ્યો છે. જેમાં ચૂંટણીલક્ષી કોઈ ફરિયાદ હોય તો નાગરિકો દ્વારા હેલ્પ લાઈન નંબર 1950 પર જાણ કરાય છે તથા તે ફરિયાદનો 100 મિનિટમાં નિકાલ કરવામાં આવે છે.

આ મુલાકાત પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા, નાયબ માહિતી નિયામક પારુલ મણિયાર સહિત નોડલ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.