હમાસે કહ્યું હતું કે તે ક્તારમાં નિર્ધારિત ગાઝા યુદ્ધવિરામ વાટાઘાટોના નવા રાઉન્ડમાં ભાગ લેશે નહીં. જો કે, વાટાઘાટોથી પરિચિત એક અધિકારીએ જણાવ્યું હતું કે મયસ્થીઓ પછીથી પેલેસ્ટિનિયન જૂથો સાથે સલાહ લેવાની અપેક્ષા રાખે છે. યુએસએ કહ્યું કે તેને આશા છે કે ગુરુવારે દોહામાં મંત્રણા યોજના મુજબ આગળ વધશે અને યુદ્ધવિરામ કરાર હજુ પણ શક્ય છે. તેમજ ચેતવણી આપી હતી કે વ્યાપક યુદ્ધને રોકવા માટે પ્રગતિની તાતી જરૂર છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને તેમની પશ્ર્ચિમ એશિયાની મુલાકાત મુલતવી રાખી છે. આ યાત્રા મંગળવારથી શરૂ થવાની હતી.
ત્રણ વરિષ્ઠ ઈરાની અધિકારીઓએ કહ્યું કે ગાઝામાં માત્ર યુદ્ધવિરામ કરાર ઈરાનને ઈઝરાયેલ સામે સીધો જવાબી કાર્યવાહી કરતા અટકાવશે. સરકારના પ્રવક્તા ડેવિડ મેન્સરે જણાવ્યું હતું કે ફ્રેમવર્ક કરારના અમલીકરણની વિગતોને આખરી ઓપ આપવા ઇઝરાયેલ વાટાઘાટ કરનારી ટીમ મોકલશે. આ પ્રતિનિધિમંડળમાં ઇઝરાયેલના ગુપ્તચર વડા ડેવિડ બાનયા, હોમલેન્ડ સિક્યુરિટી સવસના વડા રોનેન બાર વગેરેનો સમાવેશ થાય છે.
હમાસે વાટાઘાટોનું કોઈ વાસ્તવિક પરિણામ આવવાની સંભાવના પર શંકા વ્યક્ત કરી છે અને તેમને અવરોધવા માટે ઈઝરાયેલને દોષી ઠેરવ્યો છે. તે જ સમયે, ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું કહેવું છે કે હમાસના નેતા યાહ્યા સિનવાર કોઈપણ કરાર પર મહોર મારવામાં મુખ્ય અવરોધ રહ્યા છે. જો કે, વાટાઘાટોમાંથી હમાસની ગેરહાજરી પ્રગતિની સંભાવનાઓને દૂર કરતી નથી, કારણ કે તેના મુખ્ય વાટાઘાટકાર ખલીલ અલ-હૈયા દોહામાં છે અને જૂથ ઇજિપ્ત અને ક્તાર સાથે ખુલ્લી ચેનલો ધરાવે છે.સ્ટેટ ડિપાર્ટમેન્ટે મંગળવારે જાહેરાત કરી હતી કે યુનાઇટેડ સ્ટેટ્સે ઇઝરાયેલને ઇં૨૦ બિલિયનના મૂલ્યના શોના વેચાણને મંજૂરી આપી છે, જેમાં ઘણા ફાઇટર પ્લેન અને એર-ટુ-એર મિસાઇલોનો સમાવેશ થાય છે. આ અંગે કોંગ્રેસને જાણ કરવામાં આવી છે.
ગાઝા પર રાતોરાત ઇઝરાયેલના હુમલામાં પાંચ બાળકો સહિત ૧૭ લોકો માર્યા ગયા હતા. હુમલામાં નુસીરત શરણાર્થી કેમ્પ અને નજીકના મગાજી શરણાર્થી કેમ્પમાં ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. તે જ સમયે, ઉત્તરી પશ્ર્ચિમ કાંઠે તુબાસ અને તમમુનમાં ઇઝરાયેલી સેના દ્વારા પાંચ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતા.