વોશિગ્ટન, હવે અમેરિકાએ પણ ગાઝા પટ્ટી પર સતત બોમ્બ ધડાકાને લઈને ઈઝરાયલને ઘેરવાનું શરૂ કર્યું છે. પેલેસ્ટાઈનના મુદ્દે હંમેશા ઈઝરાયેલ સાથે ઉભેલા અમેરિકાએ હવે ઈઝરાયેલને ચેતવણી આપવાનું શરૂ કરી દીધું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે ઈઝરાયેલને હવે બદલવું પડશે
હમાસના આતંકવાદીઓ સાથેના યુદ્ધ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલ પર કડક વલણ અપનાવતા કહ્યું કે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની સરકાર દેશના ઈતિહાસની સૌથી રૂઢિચુસ્ત સરકાર છે. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું- “ઈઝરાયેલના ઈતિહાસમાં આ સૌથી રૂઢિચુસ્ત સરકાર છે. ઈઝરાયેલમાં આ સરકાર તેને ખૂબ જ મુશ્કેલ બનાવી રહી છે.”
બિડેને એમ પણ કહ્યું હતું કે ગાઝા પર “અંધાધૂંધ” બોમ્બ ધડાકાને કારણે ઇઝરાયેલ સમર્થન ગુમાવી રહ્યું છે અને બેન્જામિન નેતન્યાહુને બદલવું આવશ્યક છે. બિડેને કહ્યું- “ઈઝરાયલની સુરક્ષા યુનાઈટેડ સ્ટેટ્સ પર નિર્ભર હોઈ શકે છે, પરંતુ અત્યારે તેની પાસે અમેરિકા કરતાં વધુ છે. તેની પાસે યુરોપિયન યુનિયન છે, તેની પાસે યુરોપ છે, તેની પાસે મોટાભાગની દુનિયા છેપ પરંતુ અંધાધૂંધ બોમ્બમારો તેના કારણે છે. તે ટેકો ગુમાવવાનું શરૂ કરે છે.”
ઈઝરાયલે ગાઝાના હમાસ શાસકો સામે આક્રમક્તા વધારી છે અને કહ્યું છે કે યુદ્ધ અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલુ રહી શકે છે. દક્ષિણ ઇઝરાયેલમાં હમાસ દ્વારા ઑક્ટોબર ૭ના હુમલા પછી શરૂ થયેલા યુદ્ધમાં ૧૮,૦૦૦ પેલેસ્ટિનિયનો સહિત ઘણા લોકો માર્યા ગયા છે અને વ્યાપક નુક્સાન થયું છે અને આ પ્રદેશની ૨.૩ મિલિયનની વસ્તીના ૮૦ ટકાથી વધુ લોકો તેમના ઘર છોડી ગયા છે અને સ્થળાંતર કર્યું.