ગાઝાને લઈને ભારતે ચિંતા વ્યક્ત કરી: આતંકવાદને ક્યારેય સહન કરવામાં નહીં આવે, બંધકોને પરત લાવવા જરૂરી

નવીદિલ્હી, ભારતે પેલેસ્ટાઈનની સ્થિતિ પર ગંભીર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે રાહત પહોંચાડવા માટે કાયમી માનવતાની તાત્કાલિક જરૂર છે અને કહ્યું કે સંઘર્ષ આ ક્ષેત્રમાં અથવા તેનાથી આગળ ફેલાવો જોઈએ નહીં. અધિકૃત પેલેસ્ટિનિયન પ્રદેશમાં માનવતાવાદી પરિસ્થિતિ પર સંયુક્ત રાષ્ટ્રના ઉચ્ચાયુક્તના રિપોર્ટ બાદ ઈન્ટરએક્ટિવ ડાયલોગમાં માનવ અધિકાર પરિષદના ૫૫મા સત્ર દરમિયાન એક નિવેદનમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અરિંદમ બાગ્ચીએ આ વાત કહી.

અરિંદમ બાગચીએ આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું પાલન કરવાની સાર્વભૌમિક જવાબદારી વિશે સ્પષ્ટ થવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો. અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે પેલેસ્ટાઇનની વર્તમાન પરિસ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે, જેમાં મોટા પાયે નાગરિકો, ખાસ કરીને મહિલાઓ અને બાળકોના જીવ જઈ રહ્યા છે, તથા માનવીય નુક્સાન ખૂબ જ ચિંતાજનક છે. આ સ્પષ્ટપણે અસ્વીકાર્ય છે અને અમે બધા નાગરિકોના મૃત્યુની સખત નિંદા કરીએ છીએ.

તેમને કહ્યું કે રાહત પૂરી પાડવા માટે એક કાયમી માનવતાવાદી કોરિડોરની તાત્કાલિક જરૂર છે. આ સંઘર્ષ ક્ષેત્રની અંદર અથવા તેની બહાર ફેલાવો જોઈએ નહીં. ભારતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઈઝરાયેલ-પેલેસ્ટાઈન બે-રાજ્ય સિદ્ધાંત પર આધારિત સંઘર્ષનો ઉકેલ પહેલા કરતાં વધુ આવશ્યક બની ગયો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિએ કહ્યું કે આ વિકલ્પો નથી, આ બધા જરૂરી છે અને જ્યાં સુધી આપણે આ બધાનું સમાધાન નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે ખરેખર સમસ્યાનો ઉકેલ લાવી શકીશું નહીં. તેમને કહ્યું કે આપણે સ્પષ્ટ હોવું જોઈએ કે આતંકવાદ અને બંધક બનાવવું અસ્વીકાર્ય છે અને આ ક્રિયાઓ આપણી નિંદાને પાત્ર છે. આતંકવાદને લઈને ભારતની રણનીતિ ઝીરો ટોલરન્સની રહી છે. બંધકોનું પરત આવવું જરૂરી છે.

તેમને કહ્યું કે ભારત, તેના તરફથી, દ્વિપક્ષીય વિકાસ ભાગીદારી દ્વારા પેલેસ્ટાઈનના લોકોને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને પેલેસ્ટાઈનના લોકોને માનવતાવાદી સહાય મોકલવાનું પણ ચાલુ રાખશે. યુએન હાઈકમિશનર ફોર હ્યુમન રાઈટ્સ વોલ્કર તુર્કે પોતાના નિવેદનમાં કહ્યું કે પેલેસ્ટાઈન પર વર્તમાન સ્થિતિ પરનો રિપોર્ટ વાંચવો ખૂબ જ પીડાદાયક છે.

વોલ્કર તુર્કે કહ્યું કે એવું લાગે છે કે ગાઝામાં આપણી આંખો સમક્ષ જે ભયાનક્તા સ્થિતિ ઉભી થઈ રહી છે તેની કોઈ મર્યાદા નથી  તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. ઓક્ટોબરની શરૂઆતથી અત્યાર સુધીમાં એક લાખથી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.