ગાઝા, હમાસે ઈઝરાયેલ સાથે બંધક કરારના પ્રસ્તાવને ફગાવી દીધો છે. મળતી માહિતી મુજબ, હમાસે કહ્યું કે જો પ્રસ્તાવમાં ગાઝામાંથી તમામ ઈઝરાયલી સૈનિકોને પાછા હટાવવાનો સમાવેશ નહીં થાય તો તે કોઈપણ સમજૂતીને સ્વીકારશે નહીં. આ અસ્વીકાર ત્યારે સામે આવ્યો જ્યારે ઇઝરાયેલે પેરિસમાં વાટાઘાટો દરમિયાન એક યોજના માટે સંમત થયા હતા, જેનો હેતુ બંધકોને મુક્ત કરવાનો હતો.
હમાસે પોપ્યુલર ફ્રન્ટ ફોર ધ લિબરેશન ઓફ પેલેસ્ટાઈન સાથે એક સંયુક્ત નિવેદન જાહેર કરીને કહ્યું કે કોઈપણ સમજૂતીમાં ચાલુ સંઘર્ષનો અંત અને ગાઝામાંથી ઈઝરાયેલી સૈનિકોની હટાવવાનો સમાવેશ થવો જોઈએ. હમાસે ભાર મૂક્યો હતો કે કોઈપણ ડીલ પર વિચાર કરવામાં આવે તે પહેલાં ઇઝરાયલે તેની આક્રમક્તા સમાપ્ત કરવી પડશે.
હમાસના એક વરિષ્ઠ અધિકારીએ ગાઝામાં યુદ્ધવિરામ માટે જૂથની ઈચ્છા વ્યક્ત કરી હતી. પ્રસ્તાવિત કરાર યુએસ, ક્તાર અને ઇજિપ્તના અધિકારીઓ સાથે મોસાદ અને શિન બેટ ગુપ્તચર એજન્સીઓના વડાઓની બેઠક દરમિયાન કરવામાં આવ્યો હતો. આ સોદામાં મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને બીમાર જેવા સંવેદનશીલ જૂથોથી શરૂ કરીને તમામ ઇઝરાયેલી બંધકોની મુક્તિનો સમાવેશ થશે. બંધક મુક્તિ પ્રક્રિયા દરમિયાન હમાસ સામે ઇઝરાયેલના હુમલાઓમાં તબક્કાવાર વિરામ આપવામાં આવશે.
કરાર અનુસાર, ઇઝરાયેલ ગાઝામાં વધુ સહાયની મંજૂરી આપશે અને મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે. આ ઓફર પ્રથમ તબક્કામાં ૩૫-૪૦ બંધકોના બદલામાં લડાઈમાં ૪૫-દિવસના વિરામ પર યાન કેન્દ્રિત કરે છે, ધ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલે ચેનલ ૧૨ સમાચારને ટાંકીને અહેવાલ આપ્યો હતો. દરેક બંધક માટે અંદાજે ૧૦૦-૨૫૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવશે.
ક્તારના વડા પ્રધાન મોહમ્મદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ કહ્યું કે હમાસે સંભવિત રીતે તેની સ્થિતિ બદલી છે. ઇઝરાયેલના વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદન બહાર પાડ્યું ના તો સોદાના અસ્તિત્વની પુષ્ટિ કરી કે ના નકારી કાઢ્યું, પરંતુ નોંયું કે અહેવાલમાં એવી શરતો શામેલ છે જે ઇઝરાયેલને સ્વીકાર્ય નથી.