ગાઝા, ગત અઠવાડીયે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયલે સમગ્ર ગાઝા વિસ્તારનો ઘેરાવ કર્યો છે અને ઉત્તરી વિસ્તારને ખાલી કરીને ફિલિસ્તીનીઓને દક્ષિણ તરફ જવાનો આદેશ આપી દીધો છે. આ વિસ્તારમાં અમેરિકી હથિયારોની તૈનાતી વધવાની સાથે ઈઝરાયલી સેના ગાઝાની સરહદ પર મોરચો માંડીને બેઠી છે. ઈઝરાયલે કહ્યું છે કે, તે ચરમપંથી ગ્રુપ હમાસને ખતમ કરવા માટે એક જોરદાર અભિયાન ચલાવી રહ્યું છે.
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, લડાઈ શરુ થયા બાદ ૨૩૨૯ ફિલિસ્તીની માર્યા ગયા છે. આ સંખ્યા ૨૦૧૪માં ઈઝરાયલ-ગાઝા વચ્ચે થયેલા યુદ્ધથી પણ વધારે છે. આ યુદ્ધ છ અઠવાડીયાથી વધારે સમય સુધી ચાલ્યું હતું. આ વખતે સંઘર્ષમાં ૧૩૦૦થી વધારે ઈઝરાયલી માર્યા ગયા છે. જેમાં મોટા ભાગના નાગરિક હમાસના સાત ઓક્ટોબરે કરેલા હુમલા માર્યા ગયા છે.
બાળકો સહિત લગભગ ૧૫૦ લોકો હમાસે બંધક બનાવ્યા હતા અને તેમને ગાઝા લઈ ગયા હતા. ૧૯૭૩માં મિ અને સીરિયા સાથે થયેલા સંઘર્ષ બાદથી આ ઈઝરાયલ માટે સૌથી ઘાતક યુદ્ધ છે.
સંયુક્ત રાષ્ટ્ર અને સહાયતા જુથે કહ્યું કે, આટલી ઝડપથી પલાયન, સાથે જ ૪૦ કિમી લાંબા તટીય વિસ્તારના ઈઝરાયલ દ્વારા ઘેરાબંધીના કારણે ભીષણ માનવીય સંકટ થશે. સંયુક્ત રાષ્ટ્રના જણાવ્યા અનુસાર, ગાઝા એક માત્રા વીજળી સંયંત્ર ઈંધણની કમીના કારણે સમગ્રપણે બંધ થઈ ગયું છે.
ગાઝાની હોસ્પિટલોમાં પણ બે દિવસની અંદર જનરેટરનું ઈંધણ ખતમ થઈ જાય તેવી આશંકા છે. જેનાથી હજારો દર્દીઓના જીવ ખતરામાં પડી જશે. ખાન યૂનિસમાં નાસિર હોસ્પિટલમાં આઈસીયૂમાં દાખલ દર્દીઓ ભરેલા છે. જેમાંથી મોટા ભાગના ત્રણ વર્ષથી નાની ઉંમરના બાળકો છે.