ગાઝામાં હુમલા પર મુસ્લિમ દેશોમાં હંગામો, હિઝબુલ્લાએ અમેરિકાની દૂતાવાસમાં આગ લગાવી

ગાઝા, ગાઝા સિટી હોસ્પિટલમાં ઈઝરાયલના હુમલા બાદથી મધ્ય પૂર્વની સ્થિતી અત્યત ખરાબ છે. મંગળવારે સાંજથી જ તુર્કી અને જોર્ડનમાં રાજદ્વારી મિશન પર હુમલા બાદ આખા મધ્ય પૂર્વમાં હિંસા ભડકી છે લેબનોનમાં દૂતાવાસ પર પથ્થરમારો થયો છે. મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓએ રાજધાની બેરૂતમાં અમેરિકાની દૂતાવાસનો ઘેરાવ કર્યો છે. આ પ્રદર્શનકારીઓના હાથમાં પેલેસ્ટાઈન ઝંડા ફરકાવી રહ્યા છે. આ વિરોધ પ્રદર્શન ત્યારે શરૂ થયો જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન ઈઝરાયલની સાથે એક્તા પ્રદર્શિત કરવા માટે દેશની યાત્રા પર છે. પેલેસ્ટાઈનના આતંકી સંગઠન હમાસ બાદથી હાલત ખૂબ ખરાબ છે. જો બાઈડેનના ઈઝરાયલ પહોંચતા જ થોડી કલાકો બાદ દૂતાવાસની બહાર ભેગા થયેલા પદર્શનકારીઓ ભારે વિરોધ કરવા લાગ્યા જેને પગલે પોલીસે ટિયરગૅસના શેલ છોડવા પડ્યા હતા.

ગાઝાના અલ અહલી હોસ્પિટલમાં થયેલા હુમલામાં ૫૦૦થી વધુ લોકોના મોત થયા છે. સોશિયલ મીડિયા પર આ ઘટનાના અનેક વીડિયા વાયરલ થઈ રહ્યા છે. તેમાથી એક વીડિયોમાં પ્રદર્શનકારીઓ દૂતાવાસ પર પેલેસ્ટાઈનના ઝંડા વિરોધ કરી રહ્યા છે. બેરૂતમાં વધુ એક પ્રદર્શમાં ફ્રાન્સના દૂતાવાસને પણ નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ પ્રદર્શનને લેબનોનના આતંકી સંગઠન હિઝબુલ્લા દ્વારા પ્લાન કરવામાં આવ્યું હતું.

પેલેસ્ટાઈનના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, ગાઝા હોસ્પિટલ હુમલામાં ઈઝરાયલ જવાબદાર છે. જ્યારે ઈઝરાયલે આ હુમલા માટે હમાસના એક ફેલ રોકેટને જવાબદાર ગણાવ્યું હતું. આ હુમલો હમાસ વિરુદ્ધ ઈઝરાયલના યુદ્ધ દરમીયાન થયેલા સૌથી ખતરનાક ઘટના છે. સાત ઓક્ટોમ્બરે હમાસે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં ૧૪૦૦થી વધુ લોકોના મોત થયા છે. આ વચ્ચે ઈઝરાયલના હુમલાથી ગુસ્સે થયેલા જોર્ડનના કિંગ અબ્દુલ્લા દ્વિતીયએ જો બાઈડેન સાથે મુલાક્ત રદ કરી દીધી છે. જો બાઈડેન ઈઝરાયલની મુલાકાતમાં અમ્માનમાં રોકાવાનો પણ સમાવેશ થાય છે.