ગાઝામાં દુષ્કાળ જેવી સ્થિતિ, હવે ઇઝરાયલની સેનાએ કેરેમ શાલોમ ક્રોસિંગ ફરીથી ખોલ્યું

જેરુસલેમ, ગયા વર્ષે હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલા બાદ ઈઝરાયેલનો વળતો પ્રહાર ચાલુ છે. ઇઝરાયેલ સતત હમાસના સ્થાનોને નિશાન બનાવી રહ્યું છે. આ દરમિયાન બુધવારે ઇઝરાયેલી સેનાએ એક મોટું પગલું ભર્યું છે. ઇઝરાયેલની સૈન્યએ કહ્યું છે કે તેણે કેરેમ શાલોમ ક્રોસિંગને ફરીથી ખોલ્યું છે, જે ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવા માટે મહત્વપૂર્ણ છે. ક્રોસિંગ નજીક હમાસના રોકેટ હુમલામાં ચાર ઇઝરાયેલી સૈનિકો માર્યા ગયા બાદ રવિવારે તેને બંધ કરી દેવામાં આવ્યું હતું.

ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધની શરૂઆતથી જ કેરેમ શાલોમ ક્રોસિંગ ગાઝામાં માનવતાવાદી સહાય પહોંચાડવાનું એક મહત્વપૂર્ણ માયમ છે. આ એક એવી જગ્યા છે જ્યાંથી લોકો ગાઝામાં આવીને જઈ શકે છે. હાલમાં, ગાઝા સરહદના તમામ ક્રોસિંગ ઇઝરાયેલના નિયંત્રણમાં છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા ૪૬ દર્દીઓ અને ઇજાગ્રસ્તો તબીબી સારવાર મેળવવા માંગતા હતા. કેરેમ શાલોમ ક્રોસિંગ ખુલ્યા બાદ લોકોને ચોક્કસ રાહત મળશે.

દરમિયાન, અમે તમને એ પણ જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓ અને સહાય જૂથોએ તાજેતરના સમયમાં માનવતાવાદી સહાયમાં વધારો કર્યો છે. આ શક્ય બન્યું છે કારણ કે ઇઝરાયેલ, તેના નજીકના સાથી અમેરિકાના દબાણ હેઠળ, કેટલાક નિયંત્રણો હટાવી લીધા છે અને ઉત્તરમાં વધારાની ક્રોસિંગ ખોલી છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે ઉત્તરી ગાઝા પહેલાથી જ સંપૂર્ણ દુકાળની સ્થિતિમાં છે.

વર્તમાન પરિસ્થિતિ પરથી એવું લાગે છે કે ક્રોસિંગને કબજે કરવાની ઇઝરાયેલની ઝુંબેશ મર્યાદિત હતી. એવી આશંકા હતી કે ઈઝરાયેલે રફાહ પર ગ્રાઉન્ડ એટેક માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ઈઝરાયેલ તરફથી પણ આવા જ સંકેતો મળી રહ્યા હતા. દરમિયાન, ઇઝરાયેલે કહ્યું છે કે જો હમાસ સાથે યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિ અંગે ચાલી રહેલી સીધી વાટાઘાટોમાં કોઈ પ્રગતિ નહીં થાય તો તે તેની સૈન્ય કાર્યવાહીને વિસ્તૃત કરશે.