હૈદરાબાદ, ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા એક સપ્તાહથી વધુ સમયથી સંઘર્ષ ચાલી રહ્યો છે. આ દરમિયાન એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ મોટું નિવેદન આપ્યું છે. તેણે ઈઝરાયેલ પર ગાઝાના ગરીબ લોકોને બેઘર કરવાનો આરોપ લગાવ્યો.
ઓવૈસીએ કહ્યું કે ૨૧ લાખની વસ્તી ધરાવતા ગાઝામાં ૧૦ લાખ લોકો બેઘર થઈ ગયા છે. ઇઝરાયેલ ઇચ્છે છે કે બચી ગયેલા લોકોને પણ બેઘર બનાવી દેવામાં આવે. આખી દુનિયા મૌન છે. દુનિયામાં મૌન છે. અરે, મારનારાઓને જુઓ. ગાઝાના ગરીબ લોકોએ શું કર્યું? શા માટે તેમની હત્યા કરવામાં આવી રહી છે?
તેમણે મીડિયા પર એક્તરફી રિપોર્ટિંગ કરવાનો પણ આરોપ લગાવ્યો. કહ્યું કે મીડિયા એક્તરફી બતાવી રહ્યું છે કે હુમલો થયો છે. ઓવૈસીએ કહ્યું, ’ઈઝરાયલ ૭૦ વર્ષથી કબજો કરી રહ્યું છે. આ બધું કોઈ જોઈ શક્તું નથી.’ તેણે પૂછ્યું, શું તમે ઈઝરાયેલના અત્યાચારો જોઈ શક્તા નથી?
તમને જણાવી દઈએ કે, હમાસ દ્વારા કરવામાં આવેલા આતંકવાદી હુમલામાં અત્યાર સુધીમાં ૧૩૦૦ થી વધુ ઈઝરાયેલના મોત થયા છે, જ્યારે તેના વળતા હુમલામાં ગાઝા પટ્ટીમાં લગભગ ૨૦૦૦ લોકો માર્યા ગયા છે. આ સ્થિતિ વચ્ચે ઘણા દેશોએ તેમના નાગરિકોને બહાર કાઢવા માટે બચાવ કામગીરી હાથ ધરી છે. ભારતની સાથે બ્રિટન અને અન્ય કેટલાક પશ્ર્ચિમી દેશોએ પોતાના લોકોને વિમાનો દ્વારા બહાર કાઢ્યા છે.